Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ડિપ્રેશનથી પીડાતા લોકોની સંખ્યા વિશ્વના દેશો કરતા ભારતમાં વધારે

અમદાવાદમાં ડો.પંડિત દેવજયોતિ શર્માનો કાર્યક્રમ

અમદાવાદ તા. ૨૨ : વિશ્વભરમાં પ્રચલિત પશ્યિમી સાઈકોથેરાપી સામે પ્રથમ વખત પૂર્વના યોગના મનોવિજ્ઞાન-ધ્યાનને સાંકળતી યોગ સાઈકોથેરાપીની રજૂઆત અમદાવાદમાં કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના મનોચિકિત્સિક ડો. પંડિત દેવજયોતિ શર્માએ ભારતની ૫૦૦૦ વર્ષ જૂની યોગ પધ્ધતિ અને પશ્યિમની પ્રચલિત મનોવિજ્ઞાન પધ્ધતિનો સમન્વય કરતી 'યોગ સાઈકોથેરાપી' પધ્ધતિ વિકસાવી છે. વિશ્વ યોગ દિવસે માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે રાજયના માનસિક આરોગ્ય વિભાગના નોડલ ઓફિસર ડાઙ્ખ. અજય ચૌહાણના સહકારથી યોજાયેલા કાર્યક્રમમાં ડો. શર્માએ મનોચિકિત્સકોને યોગ સાઈકોથેરાપીની તાલીમ આપી હતી. આ ઉપરાંત ડિપ્રેશનને દૂર કરવા અને આત્મહત્યા અટકાવવા માટે લાઈફસ્કીલ્સ ડાઈનેમિક મેડિટેશન ગેટકીપર તાલીમ પણ ડો. શર્માએ આપી હતી.

ડો. પંડિત દેવજયોતિ શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શ્નડિપ્રેશનથી પીડાતા લોકોની સંખ્યા વિશ્વના અનેક દેશો કરતા ભારતમાં દ્યણી વધારે છે. છતાં ભારત કરતા વિદેશોમાં સાઈકોથેરાપી વધુ પ્રચલિત છે. હાલમાં દુનિયાનાં ભારત સહિત દરેક દેશમાં પશ્યિમી પધ્ધતિથી મનોચિકિત્સા થાય છે. પશ્યિમની પધ્ધતિની સારવારને સિગ્મન્ડ ફ્રોઈડે વિકસાવી હોવાનું માનવામાં આવે છે. ફ્રોઈડની એ પધ્ધતિમાં મહદઅંશે ભારતીય યોગ-ધ્યાનનો ઉપયોગ જ થાય છે. વધુ માહિતી માટે ડો. પંડિત દેવજયોતિ શર્મા – મો. ૯૯૨૫૨ ૬૭૦૪૪નો સંપર્ક કરી શકાય છે.

(3:45 pm IST)