Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બનાસકાંઠામાં ત્રણ મહિનાથી પગારથી વંચિત શિક્ષણ સહાયકોએ કલેકટરને આપ્યું આવેદન

શિક્ષણાધિકારીને રજુઆત કરીને થાકેલા શિક્ષકો હવે કલેકટરને શરણે ગયા

પાલનપુર :બનાસકાંઠામાં શિક્ષણ સહાયકોનો પગાર થયો નથી. ત્યારે શિક્ષણાધિકારીને રજુઆત કરીને થાકેલા શિક્ષકો હવે કલેકટરને શરણે ગયા છે બનાસકાંઠાની માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકનો છેલ્લા ત્રણ માસથી પગાર થયો નથી. આ શિક્ષકોનો પગાર ન થતાં પરિવારનું જીવન નિર્વાહ ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે

 . આ અંગે આ ફિક્સ પગારદાર શિક્ષકોએ વારંવાર શિક્ષણ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. પરંતુ શિક્ષણ વિભાગ પણ શિક્ષકોની વાત સાંભળતું નથી. આખરે શિક્ષકો પોતાના પરિવારની ચિંતાને લઈને જિલ્લા કલેક્ટરના શરણે ગયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પોતાના હકનો પગાર સત્વરે મળે તેવી માંગ કરી હતી.

(1:46 pm IST)