Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગુજરાત યુનિ,ની ચૂંટણીનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો પહેલા સેનેટની ચૂંટણી કરવા અરજી :27મીએ સુનાવણી

ચૂંટણી પર રોક લગાવવા માંગણી : જરૂર લાગશે તો થયેલી ચૂંટણી પણ રદ્દ કરશું :કોર્ટનું અવલોકન

 

અમદાવાદ :ગુજરાત યુનિ.ની ચૂંટણીનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. પહેલા સેનેટની ચૂંટણી કરવાની અરજી કરવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી ચૂંટણી થઇ રહી હોવાનો અરજદારે દાવો કર્યો છે. વિદ્યાર્થીઓને મત આપવાનો હક છે તેમ છતાં વંચિત રખાય છે.તેવી અરજદારે રજૂઆત કરી હતી. અને અગામી ૨૪ જૂને થનારી ચૂંટણી પર રોક લાગવવા માંગ કરી હતી.

    જોકે કોર્ટે 24 મીએ થનારી ચૂંટણી પર રોક લગવાતા અવલોકન કર્યુ હતુ કે, જો જરૂર લાગશે તો થયેલી ચૂંટણી પણ રદ્દ કરવામાં આવશે. મામલે હાઇકોર્ટે ગુજરાત યુનિવર્સિટી સહીત પક્ષકારોને નોટિસ આપી હતી. જો કે વધુ સુનાવણી 27 જૂને હાથ ધરવામાં આવશે 

(11:25 pm IST)