Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, ઇડર અને વડાલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ડાંગ, તાપી,અને બનાસકાંઠામાં હળવો વરસાદ

અમદાવાદ :રાજ્યમાં સાબરકાંઠાના પોશીના ,ખેડબ્રહ્મા,ઇડર,અને વડાલીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.હવામાન વિભાગના માનવા મુજબ સોમવારે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

  સાબરકાંઠામાં પોશીના, ખેડબ્રમ્હા, ઇડર અને વડાલીમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. પોશીનામાં જબરા વરસાદથી સેઈ નદી બે કાંઠે વહેતી થઇ હતી.આ સિવાય રાજ્યમાં બપોર પછી સાણંદ પંથકમાં વરસાદ પડ્યો હતો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું.

  બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારથી દક્ષિણ ગુજરાત, દમણ અને દાદારા-નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે આગામી ત્રણ-ચાર દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતવરણ રહેશે.

  રાજ્યના લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે.  ત્યારે ડાંગ, તાપી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવો વરસાદ પડ્યો છે. વાત કરીએ તો ડાંગમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડાંગના વઘઇમાં 55 મીમી તો આહવામાં 2 મીમી વરસાદ નોંધાવ્યો હતો.

  તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા, વાલોડમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો.  સાબરકાંઠાના પોશિનામાં વરસાદની પધરામણી થઇ હતી. સમગ્ર વિસ્તારમાં હળવા વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. 

  સાબરકાંઠાના પોશિનામાં વરસાદની જોરદાર પધરામણી થઇ છે. સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં પોશિનામાં આવેલી પનારી નદીમાં નવા નીર આવ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વાતાવરણાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ઉપરાંત ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી હતી. 

(11:51 pm IST)
  • કાલે શનિવારે પેટ્રોલમાં લીટરે 9 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો થશે :આજે શુક્રવારે પેટ્રોલમાં લીટરે 14 પૈસાનો ઘટાડો થયો હતો જયારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા:ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 1:36 am IST

  • મેહુલીયાએ બનાસકાંઠાનાં અમીરગઢ પંથકમાં કરી હાઉકલી : ભારે પવન સાથે પડ્યો વરસાદ : ગરમીથી લોકોને મળી રાહત access_time 5:39 pm IST

  • બોટાદ પંથકમાં વરસાદ ; પાળીયાદ,તરઘડા લાઠીદડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ;મોડીસાંજે હવામાનમાં પલટો ;ધરતીપુત્રોમાં હરખની હેલી :ગરમીમાં રાહતથી લોકોમાં ખુશીનો માહોલ access_time 1:10 am IST