Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ખેડૂતોની સમસ્યા ઉકેલવા કોંગ્રેસ દ્વારા ૨૫મીએ બિહારમાં રેલી-આવેદનઃ શકિતસિંહ ગોહિલની જાહેરાત

રાજકોટઃ કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા શકિતસિંહ ગોહિલે બિહારમા ખેડૂતોને થતા અન્યાય મુદ્દે તા.૨૫મીએ આંદોલન કરવાની જાહેરાત કરી છે.

આ અંગે શકિતસિંહ ગોહિલે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે ખેડૂતોની સમસ્યાઓ દુર કરવા કોંગ્રેસ પક્ષ ખેડૂતોને સાથે રાખીને બિહારના દરેક જીલ્લામાં રેલી કાઢીને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવશે.

આ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૦૦૭૧૪૦ જાહેર કરાયા છે જેમાં ઉપર ખેડૂતોને પોતાની સમસ્યા રજુ કરવા જણાવાયુ  છે

(6:50 pm IST)
  • જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન બાદ ગવર્નર એનએન વ્હોરાએ સર્વપક્ષીય બેઠક બોલાવી :ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર તૂટી પડ્યાના એક દિવસ બાદ રાજ્યપાલ શાસન લાગુ :ભાજપે ટેકો પાછો ખેંચતા મહેબુબા મુફ્તીની સરકાર અલ્પમતમાં આવતા તેણીએ રાજીનામુ આપ્યું હતું access_time 12:58 am IST

  • પેટ્રોલમાં 14 પૈસાનો ઘટાડો થશે :ડીઝલના ભાવ યથાવત રહેશે :આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો ઘટાડો કરાયા બાદ શુક્રવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 12:33 am IST

  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST