Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

વ્યારા નજીક 15 વર્ષીય તરુણી સાથે પ્રેમ સંબંધ રાખી યુવકે ગર્ભવતી બનાવી તરછોડી દેતા ચકચાર

ડોલવણ:તાલુકાની ૧૫ વર્ષીય તરૃણી સાથે પ્રેમસંબંધ બાંધી અંતાપુરના યુવકે ગર્ભવતી બનાવી હતી. દુ:ખાવો થતાં તેને સિવિલમાં લાવવામાં આવી હતી.  જ્યાં   બ્લડીંગ થતાં ૩ માસનો ગર્ભ પાડવામાં આવ્યો હતો તથા યુવકની પોલીસે અટક કરી.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ડોલવણ તાલુકાના અંતાપુર ગામે રહેતો બેકાર યુવક બ્રિજેશ હલ્લુભાઇ ચૌધરી (ઉ.વ. ૨૧)નાએ ડોલવણ તાલુકાના એક ગામમાં રહેતી ૧૫ વર્ષની તરૃણીને પ્રેમજાળમાં ફસાવી હતી. તે તરૃણ વયની હોવાનું બ્રીજેશ જાણતો હોવા છતાં એક વર્ષ પહેલાં તેણી ઘરે એકલી હતી ત્યારે પટાવી ફોસલાવી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ગતરોજ તેને પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડતાં પરિવારજનો  વ્યારા સિવિલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેણીને ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. ગર્ભને કારણે તેણીને પીડા થતાં બ્લડીંગ શરૃ થયું હતું. તેણીના જીવને જોખમ ઉભું થતાં પરિવારની મંજુરી લઇ ગર્ભ પાડી નાંખવામાં આવ્યો હતો.

ભોગ બનનારની માતાએ ડોલવણ પોલીસ મથકે કુકર્મ કરનાર બ્રિજેશ હલ્લુભાઇ ચૌધરી સામે બળાત્કાર તથા પોક્સો એકટની કલમ હેઠળ ગુનાની ફરિયાદ આપી હતી. ગુના અંગે તપાસ કરનાર વ્યારા સર્કલ ઇન્સ્પેકટર એમ.વી. કીકાણીએ આરોપી બ્રિજેશ ચૌધરીની અટક કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

(6:28 pm IST)