Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ભિલોડા તાલુકાના સરકીલીમડી ગામે જમીનના વિવાદ પર વેપારી પર હિંસક હુમલો કરાતા અરેરાટી

ભીલોડા: તાલુકાના સરકીલીમડી ગામે જમીનના વિવાદ મુદ્દે કોર્ટમાં દાખલ કરાયેલ કેસની અદાવત રાખી ગામના જ ઈસમોએ મોડાસાના વેપારી ઉપર ધારીયા વડે હુમલો કરતાં આ પ્રકરણે પોલીસે આઠ વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો.

જયારે આ પ્રકરણે સામે નોંધાયેલ ફરીયાદમાં જમીન ખાલી કરવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલનાર ૩ શખ્શો વિરૃધ્ધ શામળાજી પોલીસે એટ્રોસીટી નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડા તાલુકાના સરકીલીમડી ગામેથી  ગાડી  લઈ મોડાસાના મહંમદ ઈરફાન અબ્દુલરજાક ખાલક પસાર થઈ રહયા હતા.દરમ્યાન સરકીલીમડી ગામના મંગુબેન ડામોર આ ગાડી આગળ આવી મહંમદ ઈમરાનભાઈ નો રસ્તો અવરોધ્યો હતો.

તે વેળા દોડી આાવેલ એક અજાણ્યા ઈસમે તેની પાસેનું ધારીયું ઉગામી આ વેપારીને ગાળો બોલી હતી. ત્યારે માર મારવા ઘસી આવેલા અન્ય શખ્શો એ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ શખ્શો વિરૃધ્ધ શામળાજી પોલીસે સ્ટેશને ફરીયાદ કરાઈ હતી.

(6:26 pm IST)