Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અરવલ્લી: જિલ્લાના બાયડ તાલુકાના ટોટુ ગામની એક પરિણીતાએ તેના ઉપર શારિરીક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યાના આક્ષેપો કરતી એક ફરિયાદ ગઇકાલે તેના સાસરીયા વિરૃદ્ધ નોંધાવતા બાયડ પોલીસે શ્વસુર પરિવારના પાંચ સભ્યોના વિરૃધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતા ભાનુબહેન હરેશભાઈ ભરવાડે તેની ફરિયાદમાં આરોપીએ તરીકે (૧) પતિ હરેશ વિરમભાઈ ભરવાડ (૨) સસરા વિરમભાઈ ભુદરભાઈ ભરવાડ (૩) સાસુ મગીબેન વિરમભાઈ ભરવાડ (૪) રાજુભાઈ વિરમભાઈ ભરવાડ અને (૫) અતુલ વિરમભાઈ ભરવાડનો સમાવેશ કર્યો છે.

પોલીસ ફરિયાદમાં પરિણીતા ભાનુબહેને એવી રજુઆત કરી છે કે તેના લગ્ન જ્ઞાાતિના રીતરિવાજ મુજબ હરેશ ભરવાડ સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન ભાનુબહેન બે સંતાનોની માતા બની હતી. જેમાં પુત્ર તથા પુત્રીનો સમાવે થાય છે.

વધુમાં એવી રજુઆત કરી છે કે, બે વર્ષ સુધી તેનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. ત્યારબાદ નાની-નાની બાબતોમાં વાંધાવચકા કાઢીને સાસરીયાએ શારિરીક તથા માનસિક ત્રાસ ગુજારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી પરિણીતા તેના પિયરમાં રહેવા ચાલી આવી હતી. દીકરીનો ઘર સંસાર ના બગડે તેવું વિચારને માવતર તેને સમજાવીને ફરી સાસરીમાં મોકલતા હતા.

(6:26 pm IST)