Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

લકઝરી બસની સીટોના બેડ નીચે ગુપ્ત ખાના બનાવીને દારૂની હેરાફેરીઃ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા નવતર પ્રયોગઃ હિંમતનગરના ગ્રામ્ય વિસ્‍તારમાંથી ૨૦ લાખના દારૂ સાથે બે ઝડપાયા

સાબરકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી અમલમાં છે તેમ છતાં પણ દારૂનું મોટા પ્રમાણમાં વેંચાણ થઇ રહ્યું છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર પંથકમાં દારૂનો ધંધો કરતા બુટલેગરો દ્વારા નવતર કિમીયો અજમાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડ્યા છે.

બાતમીના આધારે 20 લાખના વિદેશી દારૂના જથ્થાને પોલીસે પકડી પાડ્યો અને સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરી હતી.

પોલીસે બાતમીના આધારે દારૂના આ ખેપને પકડી પાડી. વિદેશી દારૂના આ જથ્થાને સ્લિપિંગ કોચ ધરાવતી બક્ઝરી બસના બેડ નીચે ગુપ્ત ખાના બનાવીને રાખવામાં આવ્યો હતો. કોઈને પહેલી નજરે તો શંકા પણ ન જાય. રાજસ્થાનથી ગુજરાતમાં આ દારૂ ઘૂસાડવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે લકઝરી બસમાંથી 370 વિદેશી દારૂની પેટી જપ્ત કરી.

પોલીસે કુલ 20 લાખની કિંમત ધરાવતા વિદેશી દારૂ સહિત 32 લાખનો મુદ્દામાલ પકડ્યો અને આ દારૂની ખેપ સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. બુટલેગરોએ વિદેશી માલની હેરાફેરી માટે સ્લિપિંગ કોચ લક્ઝરીમાં ગુપ્ત ખાના બનાવડાવ્યાં હતાં. 

(5:26 pm IST)