Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સુવર્ણ જયંતિ રાજધાની-ગુજરાત મેલ સવિધા ર ટ્રેનોમાં ' કેપ્ટન ઓફ ધ ટ્રેન'ની નિમણૂક

મુસાફરને લગતા તમામ પ્રશ્નોનું એક જ પ્લેટફોર્મ પરથી નિકાલ લાવવા કવાયત

રાજકોટ, તા.૨૨: પશ્વિમ રેલવેમાં સ્વર્ણ જયંતિ રાજધાની અને ગુજરાત મેલમાં 'કેપ્ટન ઓફ ધી ટ્રેન'ની સુવિધા ચાલુ કરાઇ છે. મુસાફરોને લગતી કોઇપણ સમસ્યાનું એક જ પ્લેટફોર્મ પર નિકાલ લાવવાના હેતુસર ગુજરાતની ટ્રેનોમાં આ પ્રકારની સુવિધા પ્રથમ વખત શરૂ કરાઇ છે. જેમાં સફાઇ, કેટરીંગ, સુરક્ષા સહિતના તમામ પ્રકારના મુસાફરોને લગતા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે.

ટ્રેન નં. ૧૨૯૦૨ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રન મેલ અને ૧૨૯૫૭ અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એકસપ્રેસમાં 'કેપ્ટન ઓફ ધી ટ્રેન'ના નામે એક મુખ્ય ઇન્ચાર્જ મુકવામાં આવ્યો છે. જે ચાલુ ટ્રેનમાં મુસાફરને લગતી કોઇપણ સમસ્યાના ઉકેલની દિશામાં કામ કરશે.

આ અંગે અમદાવાદ ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ હવે ચાલુ ટ્રેનમાં મુસાફરોએ વિવિધ સમસ્યાઓ માટે એકથી વધ લોકો પાસે જવુ નહી પડે. તમામ પ્રશ્નોના ઉકેલ માટે તેઓએ કેપ્ટન ઓફ ધી ટ્રેનનો જ સંપર્ક કરવાનો રહેશે.

રિઝર્વેશન ચાર્ટમાં કેપ્ટન ઓફ ધી ટ્રેનનું નામ અને મોબાઇલ નંબર લખવામાં આવશે. ઉપરાંત પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા પણ નામ નંબરની જાહેરાત કરાશે. આગામી સમયમાં કર્ણાવતી એકસપ્રેસ અને ડબલડેર ટ્રેનોમાં પણ આ સવિધા ચાલુ કરવામાં આવનાર છે.

(12:03 pm IST)