Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

નર્મદા જિલ્લાને કુપોષણ મુકત કરાશે : મનીષા ચંદ્રા

કિશોરીઓ, સગર્ભા તેમજ ધાત્રી માતાઓ ધ્યાન કેન્દ્રીત

ગાંધીનગર તા. ૨૨ : સમગ્ર દેશમાંથી કુપોષણ અને એનિમીયાના પ્રશ્નોના નિરાકરણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 'પોષણ અભિયાન'લોન્ચ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ગુજરાતમાં નર્મદા જિલ્લાને કુપોષણ મુકત કરવા માટે અદાણી ફાઉન્ડેશન અને આઇ.સી.ડી.એસ., મહિલા બાળ વિકાસ વિભાગ વચ્ચે પાંચ વર્ષ માટે સમજુતી કરાર કરાયા છે. જે હેઠળ કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતઓ માટે પોષણ સંબંધ ઘનિષ્ઠ કામગીરી અને જાગૃતિ કેળવાશે, એમ આઇ.સી.ડી.એસ. નિયામકશ્રી મનીષા ચંદ્રા દ્વારા જણાવાયું છે.

શ્રી ચંદ્રાએ ઉમેર્યું કે, પોષણ અભિયાન માટે વડાપ્રધાનશ્રીએ નર્મદા જિલ્લા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેના માટે આ કરાર કરાયા છે. જે હેઠળ અદાણી ફાઉન્ડેશન રૂ. ૬ થી ૮ કરોડનો ખર્ચ આ પ્રોજેકટ હેઠળ કરશે. ઉપરાંત નર્મદા જિલ્લામાં કાર્યરત આઇ.સી.ડી.એસ. યોજનાના કાર્યક્રમોને વધુ સુદ્રઢ કરશે. આ માટે non-invasive TouchB મશીન અને cloud based anthropometric measurement અને ટેબલેટ બેઇઝડ મોનીટરીંગ પદ્ઘતિનો ઉપયોગ કરાશે. અદાણી ફાઉન્ડેશન પિપલ ગવર્મેન્ટ-પ્રાઇવેટ-પાર્ટનરશીપ પદ્ઘતિથી આઇ.સી.ડી.એસ. યોજનાના અમલમાં સામૂહિક ભાગીદારી થકી કિશોરીઓ અને સગર્ભા, ધાત્રી માતાઓના વિવિધ પ્ર'ો અંગે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી હાથ ધરાશે.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી મિલીંદ તોરવણે, અદાણી ફાઉન્ડેશન તરફથી ડાયરેકટર શ્રી વી.એસ.ગઢવી, કો-ઓર્ડિનેટર શ્રી સુષ્મા ઓઝા અને શ્રી અજય સિસિલિયા ઉપસ્થિત રહ્યા હતા.

(12:03 pm IST)