Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

અંકલેશ્વર નવાદિવા ઝડપાયેલ 1.48 લાખના વિદેશી દારૂ મામલે ફરાર બુટલેગરને દબોચી લેવાયો

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા નવા દિવા ગામના શામજી ફળીયામાં ગત તારીખ 11 મીના રોજ 1. લાખ 48 હજારનો વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં ફરાર થઇ ગયેલા બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 આ અંગેની વિગત મુજબ અંકલેશ્વર શહેર પોલીસના સર્વેલ્સ સ્કોર્ડ દ્વારા ગત તારીખ 11 જૂનના રોજ નવા દિવા ગામે આવેલ શામજી ફળીયામાં કિશન મના વસાવા નામના બુટલેગરને ત્યાં દરોડા પાડ્યા હતા. તેના ઘરમાંથી 1 લાખ 48 હજારની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે બુટેલગર કિશન વસાવા ફરાર થઇ ગયો હતો. શહેર પોલીસે ફરાર કિશન વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:40 am IST)