Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સુરતથી દાંતીવાડા જતી એસટી બસમાં મહિલાને પ્રસુતિ ;દીકરીને અપાયો જન્મ

 

એસટીની બસમાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા બસમાં પ્રસુતિ કરાવાઈ હતી અંગે મળતી વિગત મુજબ સુરતથી વાંસવાડા જતી એસ.ટી બસમાં મહિલાને ચાલુ બસમાં પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. ખીચોખીચ ભરેલી એસ.ટી બસમાં કાંતાબેન નામની મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉઠી હતી. જે બાદ બસને સેવા સદન પાસે થોભાવી દેવાઇ હતી.જો કે બાદમાં 108ની મદદ લઈ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી. કાંતાબેન નામની મહિલાએ એક દિકરીને જન્મ આપ્યો છે અને તેઓને સારવાર અર્થે માતા અને પુત્રીને ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

(11:01 pm IST)