Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ગુજરાતમાં 15 દિવસમાં જાહેર થશે નવી દારૂબંધી નીતિ

અમદાવાદ ;રાજ્યમાં દારૂબંધી સતત ચર્ચામાં રહે છે દારૂબંધી કડક બનાવ્યા છત્તા રાજ્યમાં લાખો રૂપિયાનો દારૂ પકડાઈ રહયો છે ત્યારે ગુજરાત સરકાર આગામી 15 દિવસમાં નવી દારૂબંધી નીતિ જાહેર કરવા જઇ રહી છે

  ગાંધીનગર ખાતે રાજયમાં રહેલા નિવૃત આર્મી જવાનો લિકર પરમીટ રીન્યુ નહિ થતાં દેખાવો કર્યા હતા. ત્યારે સરકાર આ મામલે ખુલાસો કર્યો હતો કે આર્મીના જવાનોને જૂની સીસ્ટમ મુજબ લિકર અને તેની પરમીટ મળશે. ગુજરાત આર્મી સિવાયના જે લોકો લિકર પરમીટ ધરાવે છે તેમના માટે નવી નીતિ જાહેર કરવામાં આવશે.

(10:57 pm IST)
  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ભેદી ધડાકો: લોકો ધરની બહાર દોડી ગયા : ધોકડવાના આસપાસના ગામો સહીત ગીર જંગલમા ભેદી ધડાકાનો અવાજ સંભળાયો: લોકોના જણાવ્યા પ્રમાણે આકાશથી પસાર થઈ રહેલ વિમાન નિકળી રહ્યુ હતુ ત્યાંરે થયો ભેદીધડાકો: ધોકડવાના અબાની ધાર વિસ્તારમા લોકોના મકાનનો સેલ્બ તેમજ નળીયા વાળા મકાનના નળીયા પણ હલબલી ગયા access_time 6:57 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન બાદ ગવર્નર એનએન વ્હોરાએ સર્વપક્ષીય બેઠક બોલાવી :ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર તૂટી પડ્યાના એક દિવસ બાદ રાજ્યપાલ શાસન લાગુ :ભાજપે ટેકો પાછો ખેંચતા મહેબુબા મુફ્તીની સરકાર અલ્પમતમાં આવતા તેણીએ રાજીનામુ આપ્યું હતું access_time 12:58 am IST