Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા હેરિટેઝ થીમથી નીકળશે

પ્રદર્શનોમાં પણ હેરિટેજ સીટીની ઝાંખી કરાવાશે.:ટેબ્લો દ્વારા પણ પ્રદર્શન કરાશે ;ઈમારતોને રોશનીથી શણગારાશે

 

અમદાવાદ: યુનેસ્કોએ જાહેર કરેલા અમદાવાદના હેરિટેજને વિશ્નકક્ષાએ સ્થાન મળ્યુ છે, ત્યારે વખતે અમદાવાદમાં નિકળનારી 141મી રથયાત્રા પણ હેરિટેજ થીમથી નિકળશે. રથયાત્રામાં વિવિધ ટેબ્લો દ્વારા કરવામાં આવતા પ્રદર્શનોમાં પણ હેરિટેજ સીટીની ઝાંખી કરાવાશે

  આગામી 14 જુલાઇના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા પણ હેરિટેજ થીમથી નિકળશે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. થીમ પર રથાયાત્રાનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યુ છે. ટેબ્લોમાં પણ હેરિટેજ સીટીનું પ્રદર્શન કરવામાં આવશે. સાથેસાથે હેરિટેજ ઇમારતોથી ભવ્ય રોશનીથી શણગારવામાં આવશે.

  ઉપરાંત હેરિટેજ સ્થતિને જોતા અમદાવાદના જાણીતા પાંચ સ્થળોને કાયમીથી રોશનીથી ઝળહળતા રાખવાનું નક્કી કરાયુ છે. જેમાં કાલુપુર સ્વામિનારાયણ મંદીર,કાંકરીયા, વિવેકાનંદ, સરદાર અને નહેરુબ્રિજનો સમાવેશ થાય છે.

  અમદાવાદ હેરિટેજનો પ્રચાર-પ્રસાર કરવાનો મોકો અધિકારીઓ છોડતા નથી પરંતુ હેરિટેજની જાળવણી જે થવી જોઇએ તે થતી નથી હેરિટેજ સ્મારકોની આસપાસ દબાણો છે તેને હટાવવા મ્યુનિ, અધિકારીઓને કોઇ રસ નથી, તેમજ ઘણાય સ્મારકો પાસે ગંદકી પણ જોવા મળી રહી છે. ઉપરાંત પોળોના જે હેરિટેજ મકાનો છે તેને સાચવવાના બદલે તોડી પાડી બિલ્ડિંગનો તાણી દેવામાં આવી રહી છે.

(12:51 am IST)