News of Thursday, 21st June 2018

15મી ઓગસ્ટથી ઈન્ડિગો સુરતને દેશના સાત શહેરો સાથે જોડશે


ગ્રેટ---સુરતને દિલ્હી, મુંબઈ, જયપુર, હૈદ્રાબાદ, બેંગ્લોર, કોલકત્તા અને ગોવા સાથે જોડશે;બે -ચાર દિવસમાં સમયપત્રક આવી જશે

   ફોટો indigo

સુરત :તાજેતરમાં સુરત હવાઈમથકને કસ્ટમ નોટીફાઈડ જાહેર કર્યા બાદ શહેરની પ્રથમ આંતરરાષ્ટ્રીય એરકનેક્ટીવીટીનો માર્ગ મોકળો બન્યો છે. સુરત શહેરને દેશનાં બીજા શહેરો સાથે જોડતી રોજની રર ફ્લાઈટ સુરત એરપોર્ટ પરથી ઊડે છે. હવે આગામી મહિનાથી સુરતને વધુ એક ખાનગી એરલાઈન્સની મુસાફરીનો લાભ મળશે. ઈન્ડીગો એરલાઈન્સે આગામી ઓગષ્ટમાં  સુરત શહેરને દેશનાં સાત શહેરો સાથે જોડતી એરકનેક્ટીવીટી શરુ કરવાની જાહેરાત કરી છે.

  ખાનગી એરલાઈન્સની વિધિવત જાહેરાત અંગે નવસારીનાં સાંસદ સીઆર પાટીલે કહ્યંંુ હતું કે, રાજ્યની આર્થિક રાજધાનીને એક પછી એક નવી ફલાઈટ મળતાં લોકોને વધુ સુવિધા મળી રહી છે. ઈન્ડિગોએ આગામી ઓગષ્ટ માસથી સુરતને દિલ્હી, મુંબઈ, જયપુર, હૈદ્રાબાદ, બેંગ્લોર, કોલકત્તા અને ગોવા સાથે જોડશે. ઈન્ડીગો એરલાઈન્સ ૧પથી ૧૭ ઓગષ્ટ દરમ્યાન કોઈ એક તારીખથી નવી સેવાની શરુઆત કરશે. આગામી બે થી ચાર દિવસમાં ફ્લાઈટનું સમયપત્રક આવી જશે.

  હાલમાં સુરત હવાઈમથકથી રર ફ્લાઈટ ઊડે છે. ગત વર્ષે ૭,૪૪,૪૩૭ લાખ પ્રવાસીઓએ સુરત હવાઈમથકથી પ્રવાસનો લાભ લીધો હતો. ગત મહિને સુરત એરપોર્ટ પરથી ૬૭ર૪૧ પ્રવાસીઓએ હવાઈયાત્રા કરી હતી. હાલમાં શહેરમાં એરપોર્ટ વિસ્તારની આજુબાજુની હાઈરાઈઝ બિલ્ડીંગનાં સર્વેની કામગીરી ચાલી રહી છે. એરપોર્ટનાં વિસ્તરણનાં આડે હાઈરાઈઝ ઈમારતોનો મુદ્દો છે. જેને તત્રીત ઉકેલ લાવવો જરુરી છે.

(12:40 am IST)
  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST

  • જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન બાદ ગવર્નર એનએન વ્હોરાએ સર્વપક્ષીય બેઠક બોલાવી :ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર તૂટી પડ્યાના એક દિવસ બાદ રાજ્યપાલ શાસન લાગુ :ભાજપે ટેકો પાછો ખેંચતા મહેબુબા મુફ્તીની સરકાર અલ્પમતમાં આવતા તેણીએ રાજીનામુ આપ્યું હતું access_time 12:58 am IST

  • સાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST