Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

આણંદમાં મહિલાને રખડતા ઢોરે ભેટી મારીને પછાડ્યા

આણંદ શહેરમાં રખડતા પશુનો ત્રાસઃમહિલાએ બચાવો બચાવોની બુમો પડતા સ્થાનિક લોકોએ વૃદ્ધ મહિલાને હિંસક બનેલ ગાયની ચૂંગલ માંથી બચાવી

આણંદ, તા.૨૨ ઃઆણંદ શહેર માં ગામડી વડ વિસ્તાર માં આવેલ આઇસ ફેકટરી નજીક આજે એક રખડતી ગાયે ત્યાંથી પસાર થતી મહિલા ઉપર અચાનક હુમલો કરતા ચકચાર મચી છે ,ગાય દ્વારા મહિલા ને ભેટી મારી નીચે પાડી વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. 

મહિલાએ બચાવો બચાવોની બુમો પડતા સ્થાનિક લોકોએ મહામહેનતે વૃદ્ધ મહિલાને હિંસક બનેલ ગાયની ચૂંગલ માંથી બચાવી હતી, ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર આપ્યા બાદ ઘરે લાવવામાં આવ્યા છે ઘટનામાં વૃદ્ધ મહિલાનો માંડ માંડ આબાદ બચાવ થયો છે ત્યારે આણંદ નગરપાલિકાની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થયા છે ,રખડતાં ઢોરને કારણે જીવ ગયો હોત તો જવાબદાર કોણ?

 એક વખત પોતાની પુત્રવધુ ની ખબર કાઢવા રીક્ષામાં બેસી પેટલાદથી આણંદ આવેલ વૃદ્ધ મહિલા રખડતા ઢોરનો શિકાર બન્યા છે સદનસીબે સ્થાનિક લોકોની મદદથી મહિલાનો જીવ આજે બચી જવા પામ્યો છે ઘટના બાદ આણંદ નગરપાલિકા પ્રમુખ દ્વારા ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની મુલાકાત લેવામાં આવી છે અને આવી ઘટના રોકવા માટે પાલિકા પગલાં લેશે તેવુ આશ્વાસન આપવામાં આવ્યું છે

 

(11:02 pm IST)