Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

સુરત ગ્રામ્યના પોલીસ બેડામાં કરાયો મોટો ફેરફાર :5 PI અને 7 PSIની હંગામી ધોરણે આંતરિક બદલી

સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે ગ્રામ્યમાં 5 PI અને 7 PSIની હંગામી ધોરણે આંતરિક બદલી કરી

સુરત શહેર પોલીસમાં મોટા પાયે અગાઉ બદલીઓ થયા બાદ હવે સુરત ગ્રામ્યના પોલીસ બેડામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસરેના આદેશ મુજબ ગ્રામ્યમાં 5 PI અને 7 PSIની હંગામી ધોરણે આંતરિક બદલી કરી દેવામાં આવી છે. સાથે જ 3 જેટલા PI અને 9 PSI ને સોંપાયેલ પોલીસ સ્ટેશનના ચાર્જમાંથી મુકત કર્યા છે. અને તેમણે યોગ્ય જગ્યાએ બદલી આપી દેવામાં આવી છે. સોંપાયલે ચાર્જમાંથી મુક્ત કરી મૂળ ફરજની જગ્યાએ હાજર થવા નિર્દેશ કયો છે.PIએમ. એમ. ગીલાતરની SOGમાં હંગામી ધોરણે બદલી કરાઈ છે તો જ્યારે જે.કે.ધડુકને SOG ના ચાર્જમાંથી મુક્ત કરી અન્ય જગ્યાએ ટ્રાન્સફર આપવામાં આવ્યું છે.

  આ પહેલા એક જ જગ્યાએ 3 વર્ષ કે તેથી વધુ સમય થયો હોય અથવા તો કોઈ વહીવટી કારણો આગળ ધરી એક સાથે 10 પોલીસ ઈન્સપેક્ટરની બદલીના ઓર્ડર સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આપી દીધા હતા.પુણા, અમરોલી, ડીંડોલી, અઠવા, હજીરા, જહાગીરપુરાના PI બદલાયા છે. કંટ્રોલરૂમ, ઇકો સેલ, સ્પેશિયલ બ્રાંચના PIની પણ બદલી કરી દેવામાં આવી હતી DCB અને ટ્રાફિક શાખાના PIનું પણ ટ્રાન્સફર થઈ ગયું હતું. અવાનાર સમયમાં હજુ પણ વધુ આંતરિક બદલીઓ થશે તેવા વરતારા છે.

  ગત મહિનાની 6 એપ્રિલના રોજ ગુજરાતના DGPએ તાત્કાલિક ઓર્ડર કરી અલગ અલગ જિલ્લાના 43 પોલીસ ઇન્સ્પેક્ટરોને ટ્રાન્સફર કરી દીધા હતા. મહત્વનું છે કે આ બદલી એ PI માટે કરવામાં આવી છે જે સતત 3 વર્ષ કે તેથી વધુ તે જિલ્લામાં ફરજ બજાવતા હતા કે પછી જાહેરહિતના અર્થે તેમની બદલી થઈ છે. આવી જ રીતે હવે આગળના સમયમાં પોલીસ સબ ઈન્સ્પેકટરની બદલીનો પણ અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગત 1 એપ્રિલના રોજ 88 PIની પણ બદલી કરવામાં આવી હતી.2 એપ્રિલના રોજ 77 IPS અધિકારીઓની બદલી અથવા બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.

(9:17 pm IST)