Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

રપમીએ દક્ષિણ ગુજરાતમાં સામાન્‍ય વરસાદની શકયતા : આગામી સપ્‍તાહમાં પ્રિમોન્‍સન એકટીવીટીની શરુઆત : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના અનેક શહેરોમાં ફુંકાતા જોરદાર પવન

અમદાવાદ : રાજયમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. પણ અસહ્ય બફારા સાથે ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે દરમિયાન ગુજરાતમાં વરસાદના આગમનની ઘડીઓ ગણવાનુ શરૂ થઇ ગયું છે. 25 મેના રોજ ગુજરાતમાં વરસાદનુ આગમન થશે. 25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી છે.

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાબેતા મુજબના ચોમાસા અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે.

દરમિયાન આજે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના અનેક શહેરોમાં જોરદાર પવન ફુંકાઇ રહ્યા છે. દક્ષિણ પશ્‍ચિમના પવન ફુંકાતા ગરમીમાં આંશિક રાહત થઇ . મહતમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો જોવા મળશે.

(2:31 pm IST)