Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

લોકસભા સાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર

ઊંઝા,જામનગર,ગ્રામ્ય માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પરના પરિણામ પર સૌની મીટ

 

અમદાવાદ :રાજ્યની 26 લોકસભા બેઠકની ચૂંટણી સાથે ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારના ભાવિ નક્કી થશે. ઊંઝા,જામનગર,ગ્રામ્ય માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પરના ઉમેદવારને જનતા દ્વારા કેટલા મત આપવામાં આવ્યા છે તે અંગેનો ખુલાશો થશે અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભાની સીટો સાથે વિધાનસભાની 4 સીટો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે 

 

(12:47 am IST)
  • મોહનભાઇ કુંડારીયાની જાહેરાત કાલે ભાજપનો વિજય થશે તો પણ પડધરી-ટંકારા વિસ્તારમાં કોઇ જ વિજય સરઘસ નીકળશે નહિ ! : રાજકોટમાં વિજય સરઘસ કે ઉજવણી કરવી કે કેમ તે અંગે વિજયભાઇ નિર્ણય લેશે : કોંગી ઉમેદવાર લલીતભાઇ કગથરાના યુવાન પુત્રના અકાળે અવસાનના પગલે મોહનભાઇનો સ્તુત્ય વિચાર access_time 1:17 pm IST

  • ચૂંટણીપંચે જાહેર કર્યુ છે કે જો ઈવીએમ મતો અને વીવીપેટ મશીનોની પરચી વચ્ચે અસંગતતા (મિસ-મેચ) જોવા મળશે તો વીવીપેટ મશીનોની પરચીઓની ગણતરી માન્ય રહેશે અને ઈવીએમ મતોની ગણતરી માન્ય રહેશે નહિં access_time 4:07 pm IST

  • આણંદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ૬ના મોત : ૧૦ થી વધુ ઘાયલ : આંકલવાવ તાલુકાના ગંભીરા ગામ પાસે ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત : ૬ વ્યકિતએ ઘટનાસ્થળે દમ તોડ્યો : ૧૦થી વધુને ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયા access_time 4:57 pm IST