Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જો પત્ની લીવ-ઇનમાં રહેતી હોય તો પણ પતિએ ભરણપોષણ આપવું પડે : અમદાવાદ ફેમિલી કોર્ટ

પત્ની અન્ય પુરુષ સાથે લીવ ઇનમાં રહે તો પતિ પત્નીનાં સંબંધનો અંત આવતો નથી.

 અમદાવાદની ફેમિલી કોર્ટમાં ઘરેલુ હિંસા અને ભરણપોષણની અરજીમાં કોર્ટે કહ્યું કે પત્ની અન્ય પુરુષ સાથે લીવ ઇનમાં રહે તો પતિ-પત્નીનાં સંબંધનો અંત આવતો નથી.

  આ કેસ મુજબ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં બંન્ને અલગ અલગ રહેતા હતાં. પત્ની અન્ય પુરુષ સાથે લીવ ઇનમાં રહે છે. ત્યારે કોર્ટે આ મામલામાં કહ્યું છે કે પત્ની અન્ય પુરુષ સાથે લીવ ઇનમાં રહે તો પતિ-પત્નીનાં સંબંધનો અંત આવતો નથી.

  આ કેસની વિગત પ્રમાણે યુવક યુવતીનાં થોડા વર્ષ 1986માં લગ્ન થયા હતાં. લગ્નનાં થોડા જ વર્ષો પછી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થયો હતો. પત્નીએ પતિ પર આરોપ મૂકતા કહ્યું હતું કે શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જે બાદ પતિએ જ પત્નીનો ત્યાગ કર્યો હતો. તેથી પત્ની પોતાનાં પિયરમાં રહેલા લાગી હતી

  . પતિ સામે ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અને અન્ય બીમારીની સારવારનો ખર્ચ અને ભાડાની રકમ મેળવવા માટે કેસ ચલાવવામાં આવ્યો હતો. આ સાથે પત્નીએ ઘરેલુ હિંસાની પણ અરજી કરી હતી. જેમાં પત્ની સામે હુકમ આવ્યો હતો. જેમાં દલીલોનાં અંતે કોર્ટે આરોપી પતિની અરજી નામંજૂર કરી હતી.

   પતિએ અન્ય પુરાવાની સાથે પત્ની લીવ ઇનમાં રહેતી હોય તેવા પણ પુરાવા આપ્યાં હતાં. જે અંગે કોર્ટે કહ્યું હતું કે આ દસ્તાવેજો ખરા હોવાનું માનવામાં આવે છે. તો પણ તેનાથી પતિ પત્ની તરીકેનાં સંબંધનો અંત આવતો નથી.

(10:53 pm IST)