Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

રાજ્યમાં તમામ અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્લાસ્ટિક લઇ જવા પર પ્રતિબંધ

પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે તો તેની સાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે

  ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાતમાં આવેલા તમામ અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્લાસ્ટિક લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

   રાજ્યમાં હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે, લોકો પોતાના બાળકો સાથે ફરવા લાયક સ્થળો પર ઉમટી પડે છે, ખાસ કરીને રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણમાં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો આવે છે. આ ટૂરિસ્ટ પોતાની સાથે પ્લાસ્ટિકની થેલીમાં વસ્તુઓ લઇને આવતા હોય છે, લોકો પ્લાસ્ટિક બેગથી લઇને પાણીની બોટલ સહિતની ચીજવસ્તુઓ ગમે ત્યાં ફેકતા હોવાને કારણે પર્યાવરણની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થાય છે.
  આવા સંજોગોને નિવારવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી રાજ્યના તમામ અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પર પ્લાસ્ટિક ચીજવસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઇ વ્યક્તિ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે તો તેની સાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે

(10:20 pm IST)