Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સુરતમાં 14 વર્ષીય સગીરાએ રસોડામાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું :કારણ અકબંધ

રસોડામાં પતરા હૂંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો: નાનો ભાઈ પાણી પીવા રસોડામાં આવ્યો ત્યારે બહેનની લટકતી લાશ જોઈ

 

સુરતમાં 14 વર્ષની કિશોરીએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.મળતી માહિતી પ્રમાણે સુરતનાકનકપુર હાઉસિંગમાં આવેલા ગોકુલનગરમાં રહેતા રામસિંહ કશ્યપની 14 વર્ષની દીકરી વિનીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

 બે ભાઈઓની એકની એક બહેન વિનીતાએ બપોરે ભાઈએ ટીવી આગળની રૂમમાં જોતા હતા ત્યારે પાછળના ભાગે આવેલા રસોડામાં પતરા હૂંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો

  નાનો ભાઈ પાણી પીવા રસોડામાં આવ્યો ત્યારે બહેનની લટકતી લાશ જોઈને રાડા રાડ કર્યા બાદ સચિન પોલીસને બોલાવાઈ હતી. અને ત્યારબાદ પીએમ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. મોતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. .

(9:55 pm IST)