Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થઇ શકે : ચૂંટણી પંચ

વિધાન સભા દીઠ પાંચ VVPATની મતગણતરી મેચ કરવાની હોવાથી પરિણામ લેઇટ થશે

 

અમદાવાદ :ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આવતીકાલે મતગણતરીમાં મોડું થઈ શકે છે અને ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 3-4 કલાક મોડુ જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે દરેક વિધાનસભાદીઠ પાંચ વીવીપેટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે.

 

   મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કે વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે. ચૂંટણી પંચે EVMની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. તમામ મથકો મતગણતરી હોલમાં અને રૂમની બહાર સીસીટીવીથી સજ્જ ગણતરી થશે.
  
રાજ્યમાં યોજાનારી મતગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારનું વેબકાસ્ટિંગ નહીં થાય તેમ પણ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા પ્રજાજનો માટે વેબસાઇટ પર રિયલ ટાઇમ પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની ખાસ મોબાઇલ એપ પરથી રિયલ ટાઇમ પરિણામો જાણી શકાશે. આમ EVM-VVPATની ગણતરીને મેચ કરવાની હોવાથી પરિણામ 23મીમે મોડી રાત્રે અથવા તો 24મીએ સવારે જાહેર થઈ શકે છે

(9:54 pm IST)