Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વરઘોડા વિવાદ બાદ કડીના લ્હોરમાં આભડછેટનું બેસણું રખાયું

તમામ દલિતો તથા નવસર્જન ટ્રસ્ટ દ્વારા આ આભડછેટના બેસણાનું આયોજન કરાયું

મહેસાણા :કડી તાલુકાના લ્હોર ગામે તાજેતરમાં જ દલિત યુવાનના લગ્નના વરઘોડા મામલે વિવાદ થયો હતો જેમાં ગામના બિન દલિત સમાજે ગામમાંથી યુવાનના લગ્નના વરઘોડોને કાઢવા સહિત અનાજ પાણી ન આપવાથી સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેના પગલે દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી.

  ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો. જ્યારે આ સમગ્ર મામલે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દલિત સમાજ આ સામાજિક બહિષ્કારનો શિકાર બનવું પડી રહ્યું છે.ત્યારે કડી તાલુકાના લ્હોર ગામમાં આજે બુધવારે આભડછેટ બેસણું રાખવામાં આવ્યું હતું.
   મળતી માહિતી પ્રમાણે કડીના લ્હોર ગામના તમામ દલિતો તથા નવસર્જન ટ્રસ્ટ દ્વારા આ આભડછેટના બેસણાનું આયોજન કરાયું હતું. જેમાં દલિત સમાજ પર રાખવામાં આવતી ધ્રુણા અને સામાજિક બહિષ્કારનો ભોગ આવનારા સમયમાં ન થાય તે માટે ગામના દલિત વિસ્તારની પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કડી તાલુકાના લ્હોર ગામના લોકો મોટી સંખ્યામાં આ આભડછેટના બેસણામાં હાજર રહ્યા હતા

(9:16 pm IST)