Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વિનોબાભાવેનગર : ૧૪ વર્ષની પુત્રી ઉપર સાવકા પિતાનું દુષ્કર્મ

પિતા-પુત્રીના સંબંધોને લજવતા પિતા સામે ફરિયાદ : બનાવના પગલે વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ : વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા સમગ્ર કેસમાં તપાસ શરૂ થઇ

અમદાવાદ,તા. ૨૨ : શહેરના વટવા વિસ્તારમાં વિનોબાભાવેનગરમાં રહેતી ૧૪ વર્ષની પુત્રી પર ખુદ તેના સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યો હોવાનો કિસ્સો સામે ભારે ચકચાર મચી ગઇ છે. પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને લજવતાં નરાધમ પિતા વિરૂધ્ધ વટવા જીઆઇડીસી પોલીસમથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે હવે આરોપી પિતાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ બનાવને પગલે નરાધમ પિતા વિરૂધ્ધ સ્થાનિક લોકોમાં અને સમગ્ર વિસ્તારમાં ફિટકાર વરસ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વટવા વિસ્તાર નજીક આવેલા વિનોબાભાવેનગરમાં રહેતી ૧૪ વર્ષની સગીરા તેની માતા સાથે રહે છે. પાંચ મહિના અગાઉ સગીરાના સાવકા પિતાએ તેની માતા ઘરે નહી હોવાની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ વિરોધ કરતા તેના પિતાએ તેને માર પણ માર્યો હતો. સગીરાને ધમકી પણ આપી હતી. બાદમાં સગીરાએ તેની માતાને વાત કરતા આખરે સાવકા પિતા સામે વટવા જીઆઈડીસી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને આરોપી પિતાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને નરાધમ પિતા વિરૂધ્ધ સ્થાનિક લોકોમાં ફિટકારની લાગણી વરસી હતી.

(9:06 pm IST)