Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સિદ્ધપુરના વરસિલામાં ખેતરમાં જતી જીપની આડે રોઝડું આવતા જીપ પલટાઈ: ગમખ્વાર અકસ્માતમાં ગાડી ચાલકનું ઘટનાસ્થળેજ મોત

સિધ્ધપુર: તાલુકાના વરસિલા ગામમાં ખેતરમાં બોરના કેબલ માટે જીઇબી કાકોશી ખાતે ગાડી લઇને જતા હતા તે દરમિયાન કલ્યાના કાલેડા રોડ પર અચાનક રોજડુ આવી જતા ડ્રાઇવર એ તે જાનવરને બચાવવા જતા બ્રેક મારતા ગાડી પલટી મારી ગઇ હતી. જ્યારે ગાડી ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સિધ્ધપુર તાલુકાના વરસિલા ગામે રહેતા અને હાલ મુંબઇ ખાતે રહેતા રફીકભાઈ કારીમભાઇ માનસિયા નાઓના ખેતરમાં બોરનું કામ ચાલતું હતું. તે દરમિયાનમાં તે કામમાં કેબલ લાવવાનું કોઇ તેઓ તથા તેમની સાથે સૈયદભાઇ કાસમભાઇ મેહસાનિયા નાઓ તથા જીઇબી ના બે હેલ્પર ને સાથે લઇ ને ગાડી માં કાકોશી મુકામે જીઇબી માં જઇ રહ્યા હતા.  તે દરમિયાનમાં કલ્યાન કાલેડા રોડ પર અચાનક રોજડુ વચ્ચે આવતા આ ગાડી ચલાવી રહેલ રફીકભાઇ તે જનવરને બચાવવા જતા એકદમ બ્રેક મારતા ગાડી ચેકાએક પલટી મારી જતા આ ગમખ્વાર અકસ્માતમાં ગાડીચાલક રફીકભાઈ નું ઘટના સ્થળે કમકમાટી ભયું મોત નીપજ્યું હતું.  જેઓની લાશને પી.એમ. અર્થે સિધ્ધપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જયાં આ અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા મરણ જનારના સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

(5:21 pm IST)