Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ગાંધીનગરમાં સે-15માં કાર-રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: મુસાફરો પૈકી એક મહિલાને ગંભીર ઇજા

ગાંધીનગર:શહેરમાં અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે આજે બપોરના સમયે શહેરના ગ-માર્ગ ઉપર સે-૧પ સાયન્સ કોલેજના ખુણા પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જે પૈકી એક મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી. જો કે આ સંદર્ભે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવા છતાં તે સમયસર નહીં પહોંચતાં ઘાયલોને સારવાર માટે ખાનગી વાહનમાં  સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

(5:19 pm IST)