Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વાસણામાં અગાઉ યુવકને ચીડવવા બાબતે બબાલ: છરીથી જીવેલણ હુમલો કરનાર આરોપીને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

વાસણા: જકાતનાકા પાસે એક યુવકને  ચીડવવા બાબતે  તકરાર થતાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી જીવલેણ હુમલો કરનાર આરોપી સામેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. અદાલતે આરોપીને કસુરવાર ઠેરવીને ૧૦ વર્ષની સખ્ત કેદ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે વાસણારોડ નંદીધામ સોસાયટીની બાજુમાં બી.એમ.સી. કવાટર્સમાં રહેતા સન્ની ઉર્ફે રાહુલ અનિલભાઈ ઉત્તેકર (ઉ.વ.૨૪)ને નજીકમાં રહેતા યુવકો ચીડવતા હતા. જેની જાણ સન્ની ઉર્ફે રાહુલને થઈ ગઈ હતી. જેથી તે ચીડવાયો હતો. ગત ૧૩-૪-૨૦૧૩ના રોજ ફરિયાદી કૂતરાને લઈને ફરવા નીકળ્યો હતો. તે સમયે રાહુલ મરાઠીએ આવીને ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. જેથી ફરિયાદી ઝઘડો ટાળીને ત્યાંથી ચાલતો ચાલતો આગળ નિકળી ગયો હતો. રાહુ મરાઠીએ અચાનક પાછળથી આવીને ફરિયાદી પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. ૧૭ વર્ષના ફરિયાદીએ બૂમાબૂમ કરતાં તેના  અન્ય મિત્રો દોડી આવ્યા હતા. અને હુમલાખોર રાહુલ મરાઠી સ્થળ પરથી ભાગી છૂટયો હતો.

(5:18 pm IST)