Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમદાવાદમાં ખોટા બિલ રજૂ કરી 8.98 લાખની ઉચાપત કરનાર કંપનીના ક્લાર્ક વિરુધ્દ તપાસ શરૂ

અમદાવાદ: શહેરની પ્રિન્સ ટ્રાન્સપોર્ટ કંપનીના કલાર્ક, સુપરવાઇઝર ગાડીના ડ્રાયવરો તથા વડોદરા ગોરવાના ગોપી પેટ્રોલપંપના ફીલરોએ મળીને ડીઝલ પુરાવ્યાના ખોટા બીલો મંજૂર કરાવીને ૮.૯૮ લાખ રૃપિયાની ઉચાપત કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ, સાબરમતી ન્યૂ સી.જી. રોડ રાધે બંગ્લોઝમાં રહેતા રાજકુમાર વશિષ્ઠ પ્રિન્સ ટ્રાન્સપોર્ટના નામે ગાડીઓ ભાડે આપવાનો ધંધો કરે છે. તેમની પાસે ઇનોવા કાર, બોલેરો જીપ, ઇન્ડીગો કાર જેવી ૯૦ ગાડીઓ છે. તેમની ગાડીઓનો કોન્ટ્રાક્ટ જવાહરનગર આઇ.ઓ.સી.એલ. ખાતે હતો. જે ૩૦-૪-૨૦૧૯ ના રોજ પૂરો થયો છે. આઇઓસીએલમાં તેમની ૮ ગાડીઓ હતાં. જેમાં ૧૬ ડ્રાયવર નોકરી કરતા હતાં. અને આ ગાડીઓના વ્યવસ્થિત સંચાલન માટે સુપરવાઇઝર તરીકે સતિષ બાબુભાઇ રાઠવા (રહે. જવાહરનગર રેલેવે કોલોની પાસે દંતેશ્વર) ને રાખવામાં આવ્યા હતાં. ગાડીઓના ડીઝલ પુરાવવા માટે ગોરવા આઇ.ટી.આઇ.ની બાજુમાં આવેલાં ગોપી પેટ્રોલપંપ પર એકલાખ રૃપિયા ડિપોઝીટ કરાવ્યા હતાં ડ્રાયવરો જે ડીઝલ પુરાવે તેના બસો સુપરવાઇઝર, અમદાવાદ ઓફિસના કલાર્ક ધીરજ પરમારને મોકલી આપતો હતો જે બીલો વેરિફાઇ કરીને ચેકથી પેટ્રોલપંપને પેમેન્ટ ચૂકવતો હતૌ.

(5:18 pm IST)