Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વડોદરામાં નિમેટા ફિલ્ટરેશનના બે પ્લાંટમાં સફાઈ કામગીરી શરૂ: 150 ટ્રેકટર જેટલો કચરો બહાર કઢાયો

વડોદરા: શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી આપતા નિમેટા ફિલ્ટરેશનના બે નંબરનાં પ્લાન્ટમાં આજ સવારથી સફાઇની કામગીરી શરૃ કરવામાં આવી હતી. જેના કારણે આજે સાંજનું પાણી મળ્યું ન હતું. અને બુધવારની સવારે પણ પાણી નહીં મળે.

નિમેટા ખાતે ત્રણ નંબરનો પ્લાન્ટ અગાઉ સાફ કરી દેવાયો છે અને આજથી બે દિવસ માટે બે નંબરનો પ્લાન્ટ સાફ કરવાનું શરૃ કરાયું હતું. સવારે સમ્પ માંથી ચોખ્ખું પાણી બહાર કાઢી લીધા બાદ રગડા સાથેનું પાણી પંપિંગ કરીને બહાર ઉલેચવાનું શરૃ કર્યું હતું. અને આ કામગીરી બુધવારની સવાર સુધી ચાલુ રહેશે. સમ્પમાંથી ચોખ્ખું પાણી કાઢી લીધા બાદ આશરે સવા ફૂટ જેટલો રગડો જામેલો હતો. બુધવારે સવારે સમ્પની સફાઇ બાદ વેક્યુમથી સાફ કરીને તેમાં પાણી ભરવાની શરૃઆત થશે. એક નંબરના સમ્પની સફાઇ એકાદ અઠવાડિયા પછી કરવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે.

(5:16 pm IST)