Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમદાવાદના ગોતામાં સીઝર તરીકેની ખોટી ઓળખ આપી યુવકનું એક્ટિવા લઇ બે શખ્સ રફુચક્કર

અમદાવાદ: ગોતામાં રહેતા એક યુવકને તેના એક્ટીવાના હપ્તા બાકી છે કહીને સિઝર તરીકેની ઓળખ આપીને બે શખ્સો એક્ટીવા લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ગોતામાં આઈ.સી.બી. આઈલેન્ડમાં રહેતો મુદિત ડી. અગ્રવાલ (૧૭) ૨૦ મેના રોજ એક્ટીવા લઈને ક્રિકેટ કોચિંગમાં જઈ રહ્યો હતો. દરમિયાન તેે ગોતામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં એક્ટીવા પાર્ક કરવા જતો હતો ત્યારે એક્ટીવા પર બે શખ્સો અહીં આવ્યા હતા. તેમણે મુદિતને પોતાની ઓળખ સિઝર તરીકેની આપી હતી અને એક્ટીવાના ત્રણ હપ્તા બાકી છે માટે હપ્તા ભરીને એક્ટીવા છોડવી જજે એમ કહ્યું હતું. બાદમાં આ શખ્સો મુદિત પાસેથી એક્ટીવા લઈને કારગીલ ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા.

(5:15 pm IST)