Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

નડિયાદ નજીક મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવનાર ત્રણ અમદાવાદી પોલીસના સકંજામાં

નડિયાદ: નજીક પીપલગ ઈન્દિરા નગર, મોટી શાકમાર્કટમાં રહેતા હંસાબેન અમૃતભાઇ રોહિત ગત તા.૧૭ મેના રોજ પારસ સર્કલ થી રીક્ષામાં બેઠા હતા. આ સમયે રીક્ષામાં ચાલક ઉપરાંત અન્ય ૩ મુસાફરો બેઠા જ હતા. હંસાબેન બેઠા બાદ મુસાફરના સ્વાંગમાં બેઠેલ શખ્સે તેમના પાકિટમાંથી રૂ.૮૦ હાજરની કિંમતના સોનાના દાગીના અને રોકડ રૂ.૯ હાજર રોકડા સેરવી લીધા હતા. જે બાદ રીક્ષાના ચાલકે હંસાબેનને ઉતારીને તુરત જ રીક્ષા હંકારી મૂકી હતી. ઘરે ગયા બાદ હંસાબેને પાકીટ જોતા તેમાંથી દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. જેથી તેઓએ નડિયાદ ટાઉન પોલીસ મથકે આ બાબતે ફરિયાદ આપી હતી. શહેરીજનો સાથે આ પ્રકારે ચોરી-છેતરપીંડીની ઘટના બનતા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં માહિતી મળી હતી કે ખેડા ચોકડી પાસે આ પ્રકારે ગુનો કરતી અમદાવાદની ચોર ટોળકી રીક્ષા સાથે આવી રહી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક શંકાસ્પદ રીક્ષા નં.જીજે.૭.વીડબવ્યુ.૯૪૦૬ની આવી ચઢતાં પોલીસે તેને ઊભી રાખી તપાસ કરતા તેમાંથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા. જેમના નામઠામ પૂછતાં તેઓ સલીમ ઉર્ફે સલ્લો મહંમદભાઇ શેખ (રહે. અલ્લાનગર, ગનશહીદ છાપરા, દાણીલીમડા, અમદાવાદ),શમશેરખાન નામદારખાન પઠાણ (રહે. એ.૫૨,હજરત કલંદર બોમ્બે હોટલની સામે દાણી લીમડા અમદાવાદ) તથા અબ્દુલ વહાબ મહેમુબખાન શેખ (રહે. આદબનગર, પાંચપીર દરગાહની સામે પોલીસ લાઇન)નો સમાવેશ થાય છે. 

(5:14 pm IST)