Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

બોરસદના ડભાસીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ડ્રાઈવરે જ હત્યા કરી લાશને રસ્તે રઝળતી તરછોડી દીધી હોવાનું સામે આવ્યું

બોરસદ: શહેરની સમર્થ સોસાયટી પાસેથી મળી આવેલી ડભાસીના યુવકની લાશનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. સાથી ટેમ્પા ડ્રાયવરે જ તેની હત્યા કરીને લાશને ત્યાં તરછોડી જતો રહ્યો હોવાનુ ંખુલતાં જ તપાસ કરતી બોરસદ રૂરલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૫મી તારીખના રોજ સવારના સુમારે બોરસદની સમર્થ સોસાયટીથી સહજાનંદ સોસાયટી તરફ જવાના રોડ ઉપર ડભાસીના ડ્રાયવર કલ્પેશભાઈ પટેલની લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈને તપાસ કરતાં માથાના પાછળના ભાગે ડાબી બાજુ વાગેલાનું નિશાન મળી આવ્યું હતુ. જેથી લાશને પીએમ માટે મોકલી આપી હતી અને પ્રથમ દ્રષ્ટીએ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પીએમ કરનાર ડોક્ટરે પણ માથામાં થયેલી ઈજાઓને કારણે મોત થયાનું પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતુ. 

(5:12 pm IST)