Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મોદી શાસનના પાંચ વર્ષ તેની પૂરોગામી રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે અસર- એક સંશોધન

૨૦૧૯નું પરિણામ જે આવે તે પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીના પાંચ વર્ષના શાસનકાળમાં ઉદ્દભવેલા કૃત્રિમ વમળો એ ભારતનાં જાહેર જીવન, આર્થિક વ્યવસ્થા તથા સામાજિક વ્યવસ્થાને તહસ- નહસ કરી નાંખી છે અને શાંતિપૂર્ણ વિનાશ આગેકૂચ કરતો નજરે પડે છે.

(૧) ભારતીય ''શહેરી- મધ્યમવર્ગ''ને ''હિન્દી- પટ્ટીનાં સવર્ણો એક ભયંકર'' આત્મઘાતી મનોવિજ્ઞાનમાં 'સેમ્પલ કેસ' તરીકે જોવા મળ્યા. જે ડાળ પર બેઠા છે તેને તોડવા ઝનૂન પૂર્વક પ્રયત્ન કરી રહ્યા છે. એમ સમજીને કે આ એક ઉપલબ્ધ ''શ્રેષ્ઠ રાજનિતિક વિકલ્પ છે.'' જે તેમના અને  તેમનાં સંતાનોનાં ભવિષ્ય બહેતર બનાવશે. (ર) ભારતીય મીડિયાનું ઐતિહાસિક અધઃપતન પણ ઈતિહાસમાં અલગ અલગ અધ્યાય તરીકે ઓળખાશે. લાખોનું પેકેજ પામનાર 'એંકર' એક ચોકકસ રાજકીય પાર્ટી કે તેની વિચાર સરણીનો વાહક બની ગયો છે. વિશ્વસનીયતા અને મીડિયાનું 'અસ્તિત્વ' દાવ પર લગાડી દે છે. (૩)        મધ્યમવર્ગનો વૈચારીક અંધકાર કે વિચાર શૂન્યતા પણ મહત્વપૂર્ણ અધ્યાય તરીકે આલેખાશે. આ પ્રક્રિયાને વિશ્વમાં તમામ વિચારકોને આકર્ષયા ને ચોંકાવ્યા છે. મીડિયા + મધ્યમવર્ગની જૂગલ જોડીનું ભારતીય સંસ્કરણ જીવંત સમાજમાં ભાગ્યે જ જોવા મળે. (૪) મધ્યમ વર્ગનું સુઘઢપણું અને નિરંતર વધતી સમૃદ્ઘિમાં નિમ્નવર્ગની શોષણની મોટી ભૂમિકા રહી છે તે સૌ વર્ગ સુપેરે જાણે છે અને જાણે–અજાણે ''વંચિતો–શોષિતો''ની લડાઈમાં તટસ્થ કે નિરપેક્ષ રહી શોષણની પ્રક્રિયામાં સહભાગી બનતો ગયો. (પ)       આંખો બધ કરી તથ્યને સમજવાનો ઈન્કાર કરનાર મઘ્યમવર્ગ... નિમ્ન વર્ગોમંા ચાલતા સંઘર્ષોને નજર દરકાર કરીને પોતાના પગ પર જ કૂહાડો માર્યો છે. કારણ કે આ કોર્પોરેટનો ખેલ અંતે તેને પણ પોતાનો શિકાર બનાવશે જ. ઉદા. બેંકોમાં લેવાતા ચાર્જીસ, છૂપા ખર્ચાઓ, ચોકકસ ચીજોનું જીવનમાંસહજ આરોપણ. ઉદા. (એલઈડી બલ્બ) ''એલઈડી બલ્બ''ની સસ્તી કિંમત સામે આરોગ્યની મોટી કિંમત લાંબાગાળે ચુકવવાની તૈયારી રાખવી પડે તે સુનિશ્ચિત છે. (૬) હિતો – સંઘર્ષોનાં અલગ અલગ આકાઓ સત્તા કેન્દ્રને જબરજસ્ત મજબુતાઈ આપી છે.... તે મનમાની કરવાનું લાયસન્સ મળી ગયું છે.

મલ્ટીપ્લેકસમાં પોપકોર્ન ખાતા કોલ્ડ્રીંકસ પીતા પગ લાંબા કરી બેવજુદ વગરીની ફિલ્મો જોતો વર્ગ ફૂલ્યો ફાલ્યો છે. કમનસીબી તે નવા ઉભરતા ભારતની નિશાની છે.

જેને પોતાની આવડત, ઊંચી ડિગ્રી, ઉચ્ચશિક્ષણ પ્રાપ્તિ  ''સહી સલામતીનો ભ્રમ''  પેદા કર્યો છે જે તેમને બેંકો, એરલાઈન્સ, રેલ્વે તથા સાર્વજનિક ક્ષેત્રોનાં ''અઘોષિત–ચાલકબળ'' માનવા લાગ્યા છે.

નિરાધાર તથ્યો તુટવા માટે જ હોય છે. ઉદા. જેટ એરવેઈઝને પહેલા કિંગફીશર એરલાઈન્સનું પતન.

ચીકણા ચહેરાઓ, ચટ્ટર–પટ્ટર ઈંગ્લીશમાં રોજીંદી વાર્તાલાપ, કાયમ કરતાં મેક–અપ મિશ્રિત ચહેરાઓનાં રસ્તા પરના હૈયાફાટ રૂદન આવનારા શુન્યાવકાશની નિશાની છે. (૭) નથી માલ્યા ડૂબ્યો કે નથી નરેશ ગોયેલ ડૂબ્યો. ડૂબી છે. માત્ર કંપનીઓ... હા... કંપનીઓ. જેના તે માલિક હતા. ડૂબ્યા કર્મચારીઓ જેની મહેનતથી આ કંપનીઓનું અસ્તિત્વ હતું. (૮)    આ એક નવા પ્રકારનું અર્થશાસ્ત્ર છે. જેમાં જે તે કંપનીઓ દેવાળું ફૂંકે છે, ડૂબી જાય છે. પણ માલિકની શાનૌ–શોકત કાયમ રહે છે. તેનો રાજનિતિક તથા સામાજિક દબદબો કાયમ રહે છે.

આમ જન કે સમાજ માટે આ સમજવું સમજશકિતની બહાર છે.

પૈસો કયંાથી આવ્યો... કયા ચાલ્યો ગયો... !! કંપની બિમાર પડી કે જાણી જોઈને પાડી દેવામાં આવી.

હા, તેમાંથી પુંજી ગીતામાં કહૃાું છે. આત્મા મરતો નથી... પરંતુ ખોળીયું

બદલે છે તેમ પુંજી અન્યત્ર સ્થળાતરીત થાય છે. ગજબનો ખેલ છે. (૯) આ એક ગુઢ રહસ્યમય સીસ્ટમ છે, જેનો બારીકાઈથી અભ્યાસ થાય તો જ તેનું નિરાકરણ શકય છે.

કંપનીઓનો જન્મ, નાશ, પુનઃજન્મ કેટલીક તો કાગળ ઉપર જ જન્મે... કાગળ પર જ મૃત્યુ પામે. તેમાં રાજનિતિક અને કોર્પોરેટ ક્ષેત્રની અદ્રશ્ય જુગલબંધી અજોડ છે., (૧૦) ૧૯૯૦ ના ઉદારીકરણનાં દૌટથી ચાલુ થયેલી આ સીસ્ટમ્સ ર૦૧૪ સુધી સંયમિતને નિયંત્રિત હતી. પરંતુ ''મોદીયુગ'' આ ખેલ ખુલ્લેઆમ ખેલવવાનું ચાલુ થયું. કારણ કે ''સત્તા અને શરમ વચ્ચેનું અંતર આ દોટમાં સૌથી વધુ, વધુને ભૂતકાળમાં તમામ તબકકાઓ પાર કરી 'જન–વિરોધી' રૂપ તરીકે પ્રસ્થાપિત થયું., (૧૧) જેટ, કીંગ ફીશર, બીએસએનએલ, ઓએનજીસી, ક્રમશ... બધા જ બર્બાદીનાં કગાર પર છે. એન્જિનિયરો, કર્મચારીઓ સડક ઉપર છે. હા, ધીરે ધીરે આ ભીડ મોદી મોદીના ગગનચુંબી નારા લગાડવવાના ઘર સુધી પહોંચશે ત્યારે તેમને સમજાશે કેટલુ નુંકશાન થયું !!, (૧ર) શિક્ષણ પણ આજ સુપર જેટ ગતિથી વિનાશક દરજજે છે. બધે 'એડહોકીઝ' નો લુણો લાગેલ છે. અતિથિ કે પ્રવાસી  શિક્ષણ સહજ આવકાર્ય છે.(૧૩) વિધિની વિચિત્રતા છે કે હિન્દી બેલ્ટનાં મુગ્ધ યુવાનો જાતિ–કોમની ધ્રુવીકરણથી આંદોલિત થઈ ''વિકલ્પ–વિહિનતા''ની થોથી દલીલો કરી કુર્તકો કરીને થાકતા નથી.

બસ... મોદી – મોદી... ના માસહીસ્ટીયામાં વહી જાય છે અને સમયનાં

અંધકારમાં ગર્ત થઈ જાય છે. જયાં તર્ક કુંઠિત છે, અપ્રસાંગિક છે, ચેતના કુંઠીત છે. દ્રષ્ટિ ધુંધળી છે. (૧૪)      ભારતીય રાજનીતિ વૈચારિક અને નૈતિક બન્ને રીતે નિમ્ન સ્તર પર છે.

તેના માટે સર્વ પક્ષોને તમામ રાજનીતિક દળો જવાબદાર છે. પરંતુ તેમાં છેલ્લા પાંચ વર્ષમાં મોદી–શાહ સ્પોન્સર્ડ પોલીટીકસે તબાહીનું ઘોડાપુર સર્જયું છે. નોટબંધી બાદ કોર્પોરેટનો લૂંટનો રેકોર્ડ ઐતિહાસિક સ્થાને છે.

રાષ્ટ્રવાદ, સાંસ્કૃતિક, ધર્મ આધારીત રાષ્ટ્રવાદની ખતરનાક આડ લેવાય જેણે સામાજિક તાણાવાણા છિન્નભિન્ન કરી નાખ્યા.

ઉદા. પુલાવામાં હુમલો તેનું રાજનીતિકરણ અધમ કક્ષાનાં રાજકારણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

(૧પ) મધ્યમવર્ગ ચિંતિત છે પરંતુ આત્મચિંતન કરવા તૈયાર નથી. જયાં સુધી ગંધાતું ગટરનું પાણી તેના પોતાના ઘર સુધી ન પહોંચે... ગજબની સુસ્તી કે આંધળો આત્મવિશ્વાસ. (૧૬)       જીયોને જીવાદોરી આપી બીએસએનએલને બરબાદ કર્યું... કોના ભોગે.. હજારો કુટુંબોના કર્મચારીઓનાં ભોગે... છતાં કાન ફાડી નાખે તેવું મૌન ને બેવફૂકોના નારા ''આયેગા તો મોદી હી'' (૧૭)   ઉપરાંત જેટ–એરવેઈઝ જેમાં ૯પ% શહેરો હિંદુ, મઘ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અર્થાત સવર્ણો છે..

આ એ જ લોકો છે જયારે રાજકારણના પ્રશ્ને મોઢું મચકોડીને'' I hate politics'' ?? નો રેઢીયાળ જવાબ આપતા.''પાછા વટથી કહેતા કે ભભમોદીનો વિકલ્પ જ નથી'' ?? આજે અંધકારભર્યા ભવિષ્યમાં આત્મચિંતન કર છે... કેટલી ભયંકર રમત... છેતરપીંડી... થઈ ગઈ.

ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી નિમ્ન સ્તરના શ્રમિકોની કક્ષામાં આવી ગયા ધડામ કરતા... આ વર્ગ જે રીતે ફ્રાંસમાં, હંગેરીમાં, નેધરલેન્ડ કે ફિનલેન્ડમાં અન્ય યુરોપીય દેશોમાં છે. તેમ વધી રહૃાા છે. (૧૮) હંમેશા સમયને સંજોગો દરેકને આત્મચિંતન માટે મજબુત કરી છે.. વિવશ કરે છે.

જાતિગત શ્રેષ્ઠતા કે દંબગાઈની રાજનીતિ કરતાં હિન્દી પટ્ટીનાં સવર્ણોને જયારે ખ્યાલ આવશે કે જે રાજનીતિ તેમના દરબારમાં ઝુકતી... કુર્નીશ

બજાવતી. તે તેમને આખે આખી ગળી ગઈ... તેમના ભાવિ પેઢી માટે પ્રશ્નાર્થ મુકતી ગઈ. જયારે તેમનાં સંતાનો આ વાત સમજશે. ગામડામાં ગરીબો કે શ્રમિકો સાથે તેમની નિયમિતપણ જોડાયેલ છે. ત્યારે નવી રાજનીતિક ચેતનામાં આર્વિભાવ થશે.. અને બન્ને વચ્ચેનું અંતર ઘટતા ખંભેખંભા મીલાવી સામાજિક સમાનતાને સામાજિક સમરસતા વાસ્તવમાં આકાર લેશે.

લિ. ડો. પરકીન રાજા, એડવોકેટ (ગુજ. હાઈકોર્ટ)

મો.૯૮૨૪૨ ૧૫૨૧૪

(4:14 pm IST)