Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પાટણમાં લોકસભા ચૂંટણી માટે ૨૧૦૭ બુથમાં મતગણતરી કરાશે

 પાટણ તા ૨૨  :  મતગણતરી કેન્દ્રની વ્યવસ્થા અંગે જાણકારી આપતા ચૂંટણી અધિકારીશ્રી ૦૩- પાટણ લોકસભા મતદાર વિભાગ જિલ્લા ચૂટણી અધિકારી-૦૩- પાટણ લોકસભા મતદાર વિભાગ જિલ્લા ચૂંટણી અધિકારી-વ. કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, સરકારી ઇજનેરી કોલેજ સંકુલના કુલ  ર બિલ્ડિંગમાં  સાત વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી  પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૦૩-પાટણ લોકસભા મતદાર વિભાગના કાંકરેજ અને વડગામ વિધાનસભા મતવિસ્તારની ૨૨ રાઉન્ડ પાટણ તથા ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારની ૨૩ રાઉન્ડ, રાધનપુર વિધાનસભા મતવિસ્તારની ૨૪ રાઉન્ડ, તથા સિદ્ધપુર અને ખેરાલુ વિધાનસભા મત વિસ્તારની ૨૦ રાઉન્ડ મુજબ કુલ ૨૧૦૭ બુથની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તો ૭૮૧૪ પોસ્ટલ બેલેટ માટે પણ અલગ અલગ ચાર ટેબલ પર અલાયદા હોલમાં મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ચૂંટણી પંચની સુચના અનુસાર વિધાનસભા મતવિસ્તાર વાઇઝ પાંચ બુથના વીવીપેટની વોટર સ્લિપની ગણતરી પણ કરવામાં આવશે. આ સમગ્ર મતગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા ૧૨૦૦ થી વધુ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ફરજ બજાવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી આનંદ પટેલે મિડીયા કર્મીઓને મતગણતરી કેન્દ્ર ખાતે તથા મત ગણતરી હોલ સુધી કવરેજ વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પટેલ, ચૂંટણી મામલતદાર ચાર્મીબેન પંડયા, જિલ્લા માહીતી અધિકારી ડી.વી. પટેલ, ઉપસ્થિત રહયા હતા.

(4:01 pm IST)