Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમેરીકામાં ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા કોન્ફરન્સ

 અમદાવાદઃ મેરા ઇન્ડિયા-ન્યુ ઇન્ડિયા કોન્ફરન્સ - ૨૦૧૯ ભાવિ પેઢીઓને સોનેરી ભૂમિ અને સંસ્કૃતિના વારસાની ઓળખ આપી શકશે. જે વિશ્વભરમાં વસતા ભારતીયો માટે પ્લેટફોર્મ બનવા જઇ રહયું છે.

 આ વિઝન અને મિશન સાથે મેરા ઇન્ડિયા - ન્યુઇન્ડિયા કોન્ફરન્સ - ૨૦૧૯ વિશે  ફ્રેન્ડસ ઓફ ગુજરાતના યુએસએ ચેપ્ટરના પ્રેસીડેન્ટ કિરીટ પટેલ માહિતી આપતા કહયું કે યુએસએ સ્થિત નોન પ્રોફીટ ઓર્ગેનાઇઝેશન ફ્રેન્ડસ ઓફ ગુજરાતની સ્થાપના અને નેતૃત્વ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓની સાથે અન્ય અત્યંત પ્રેરીત અને આતુર ભારતીયોનું જુથ સંકળાયેલ છે. જેમણે આ સંસ્થાની સ્થાપના માતૃભુમિને વાસ્તવીક રીતે કંઇક પરત કરવાની ભાવના સાથે યુએસમાં વસતા ભારતીયો વચ્ચે કલ્ચરલ અને બિઝનેશ એકસચિન્જસને પ્રોત્સાહીત કાર્યક્રમનું આયોજન ૩૦, ૩૧  ઓગષ્ટ તથા ૧ સપ્ટેમ્બર એમ ત્રણ  દિવસ માટે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશભરમાંથી લોકો ભાગ લેશે.

(3:57 pm IST)