Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર દેવપરા ગામના પાટીયા પાસે ખાનગી બસ-ટ્રક પાછળ અથડાતા આઠ યુવતિઓને ઇજા

 વઢવાણ તા. રર :.. આજે વહેલી સવારના ખાનગી લકઝરી બસ યુવતિઓને લઇને પસાર થઇ રહી હતી. ત્યારે લીમડી - અમદાવાદ હાઇવે ઉપર દેવપરા ગામના પાટીયા પાસે બસ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા જેમાં યુવતીઓને નાની - મોટી ઇજા થતા સારવાર માટે લીંબડી ખસેડવામાં આવેલ હતી. જયારે સારવાર આપીને રજા આપી દેવામાં આવેલ છે. જયારે ટ્રક પાછળ ખાનગી બસ ટકરાઇ હતી. અને ૮ છોકરીઓને ઇજા પહોંચતા સારવાર અપાઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે. જયારે રોજ અપડાઉન કરી કારખાના કંપનીમાં નોકરી માટે જાય છે. ત્યારે આજે આ અકસ્માત સર્જાયો હતો ૮ ને સારવાર આપી રજા અપાઇ હોવાનું જાણવા મળેલ છે.

(3:56 pm IST)