Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ગાયત્રી મંત્ર ૭૦,૭૨,૮૦૦ વખત લખી વિશ્વ રેકોેર્ડ બનાવ્યો

અરવલ્લી જીલ્લાના મોડાસાના મંગલદાસ કડીયાએ

અમદાવાદઃ શાંતિકુંજ હરીદ્વાર દ્વારા ચલાવવામાં આવી રહેલ ગાયત્રી મંત્ર લેખન અભિયાનમાં અરવલ્લી જીલ્લાના મોડાસાના વતની મંગલદાસ કડીયાએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

તેમણે ૨૦૧૩થી ૨૦૧૯ દરમિયાન  ૭૦,૭૨,૮૦૦ ગાયત્રી મંત્ર લખ્યા છે. મંગલદાસે મંત્ર લેખન માટે ૩૨૨ બુકનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં વિશ્વ રેકોર્ડના સભ્ય ભારવી પટેલે તેમને મોડાસા ખાતે સર્ટીફીકેટ તથા મેડલ એનાયત કરેલ.

(3:34 pm IST)