Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમદાવાદમાં એક સાથે ૧૯ મુમુક્ષુઓની કાલે દિક્ષાઃ ભવ્ય વરઘોડો

અમદાવાદઃ અમદાવાદમાં ચાલી રહેલા સામુહિક જૈન દીક્ષા સમારોહમાં ૧૯ જેટલા મુમુક્ષુ કાલે તા.૨૩ના રોજદીક્ષા ગ્રહણ કરશે. જૈન ધર્મમાં દીક્ષા બાદ સંસારથી મોહ છોડીને પ્રભુ ભકિતમાં જીવન પસાર કરે છે. જોકે આ પહેલા ગુરૂ પાસેથી દીક્ષા માટે મંજુરી લીધા બાદ દીક્ષા લેવામાં આવે છે.  જે અંતર્ગત આજે પાલડીથી રીવરફ્રન્ટ સુધી મુમુક્ષુઓનો ભવ્ય વરઘોડો નિકળ્યો હતો. જેમાં હાથી, ઘોડા, બગીઓ, બેન્ડ- બાજા સાથે મુમુક્ષુઓની અનુમોદના કરવા લોકો ઉમટી પડયા હતા.

અમદાવાદમાં છેલ્લા ૨ દિવસથી ચાલી રહેલ સમૂહ દીક્ષા સમારોહમાં ૧૯ મુમુક્ષુને પૂ.નિત્યસેનસુરીશ્વરજી મહારાજ દીક્ષા અર્પણ કરશે ત્યારે આ દીક્ષા લઇ રહેલ મુમુક્ષુમાં એક મુમુક્ષુ એવા પણ છે જેમને લશ્કરી તાલીમ લીધી છે અને ઉડતા વિમાનમાંથી પેરાગ્લાઈડીંગ કરેલ છે.

 મૂળ રાજસ્થાન આ મુમુક્ષુએ પોતાનું કોલેજ અભ્યાસ પૂર્ણ કરેલ છે અને આગળ જઈને આઈપીએસ બનવાના સપના જોતી રોશની રાંકાએ પોતાના સપના બદલીને પ્રભુ ભકિતનો માર્ગ પસંદ કર્યો છે. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(3:33 pm IST)