Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મહેસાણા જિલ્લાની HIV એઇડ્સ પીડીતાએ યોગ્ય સારવાર અપાવવા અથવા ઈચ્છામૃત્યુની સરકાર સમક્ષ માંગણી કરી

પતિ દ્વારા એઇડ્સ થયો ,પતિના મોટ બાદ જવાબદારીનો ભાર ઉઠાવતી મહિલા ગર્ભશયના કેન્સરનો શિકાર બની :અમદાવાદ।મહેસાણા અને પાટણ હોસ્પિટલમાં ખાધા ધક્કા

મહેસાણા જિલ્લાની 34 વર્ષીય મહિલા કે જેને લગ્ન જીવનના શરૂના પડાવમાં જ અનેક મુશ્કેલીઓને સાંપડી હતી. જેમાં મહિલા HIVનો શિકાર બની હતી.આ મહિલાના  લગ્ન થયા બાદ તેના પતિ દ્વારા તેને HIV એઇડસ થયો હતો. ત્યાર બાદ તેના પતિનું મોત થતા પરિવારની આર્થિક અને સામાજિક જવાબદારીનો ભાર ઉઠાવતી હતી. ત્યાર બાદ મહિલા થોડો સમય જતાં ગર્ભાશયના કેન્સરની શિકાર બની હતી.

 એડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીએ સ્નેહીજનોનો સાથ સહકાર પણ છોડી દેવડાવ્યો ત્યારે આ પીડિત મહિલા માટે પોતાની સારવારનો એક માત્ર આધાર સરકારી આરોગ્ય સેવા પર રહ્યો હતો. આ મહિલા અમદાવાદ, મહેસાણા અને પાટણ સિવિલ હોસ્પિટલોમાં ધક્કા ખાઈ ચુકી છે. પરંતુ પીડિતાના જણાવ્યા પ્રમાણે HIV હોવાથી કોઈ જ તબીબે મહિલાને સારવાર આપી નથી.

 આ સ્થિતિમાં બીમારીથી પીડાતી મહિલાએ સામાજિક આગેવાનનો સંપર્ક કરતા પોતાની વેદના શબ્દોથી નહિ પરંતુ આંસુથી પોતાની આપવીતી દર્શાવી અને કલેકટર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.

મહેસાણાની બીમારીથી પીડિત મહિલાએ HIV અને ગર્ભાશયના કેન્સર માટે અસરકારક સારવાર મળે તેવી રજુઆત કરતા કલેકટર અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલને પત્ર લખી આરોગ્ય તંત્રને ટકોર કરવા રજુઆત કરી છે. અન્યથા મહિલાની ઇચ્છામૃત્યુની માંગ પર તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી રજુઆત કરાઈ છે.

(1:43 pm IST)
  • ચૂંટણીપંચે જાહેર કર્યુ છે કે જો ઈવીએમ મતો અને વીવીપેટ મશીનોની પરચી વચ્ચે અસંગતતા (મિસ-મેચ) જોવા મળશે તો વીવીપેટ મશીનોની પરચીઓની ગણતરી માન્ય રહેશે અને ઈવીએમ મતોની ગણતરી માન્ય રહેશે નહિં access_time 4:07 pm IST

  • ચૂંટણીપંચે 'વીવીપેટ' મત ગણતરી અંગે બેઠક યોજી છે : આજે મોડેથી સાંજે ગાઈડલાઈન જાહેર કરશે : બેઠક ચાલુ : વીવીપેટ મશીનોની પરચી મેચ કરવાની વાતથી પરિણામ મોડા થશે access_time 1:13 pm IST

  • ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ જો મોદી સરકારને ૨૭૨ થી વધુ બેઠકો મળશે તો કર્ણાટકની વિપક્ષી સરકાર બીજા જ દિવસે તૂટી પડશે : ભારતીય જનતા પક્ષે આ માટે ફુલ પ્લાન તૈયાર રાખવાનું ભાજપના આંતરીક વર્તુળોએ જણાવ્યુ છે access_time 1:16 pm IST