Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

લ્યો બોલો, કલેકટરે ગધેડાઓ હાયર કર્યા

નંદુરબારના રાપાપુર અન કુયલિડાબરી સુધી પાણી પહોંચાડવા માટે કલેકટરે ૧૭ ગધેડાઓની વ્યવસ્થા કરી જે દરરોજ આ ગામો માટે પાણી ભરી લાવે છે

સુરત, તા. રર : ગુજરાતની બિલકુલ બાજુમાં આવેલા નંદુરબાર જિલ્લાના સાતપુડા વિસ્તારના તળોદા તાલુકાના રાપાપુર અને કુયલિડાબરી નામના ગામે પીવાના પાણીની અત્યંત કફોડી હાલત સર્જાતા આ ગામોને પાણી પહોંચાડવાની જવાબદારી બીજા કોઇને નહીં, પણ ગધેડાઓને સોંપવામાં આવી છે. બન્યું એવું કે આ બન્ને ગામોની આજુબાજુમાં પહાડી વિસતાર હોવાથી ત્યાં સુધી પાણી પહોંચાડવાનું કામ અઘરૃં લાગતા નંદુરબાર જિલ્લાના કલેકટર બાલાજી મંજુલે પ્રેકિટલ રસ્તો કાઢીને ૧૭ ગધેડાઓની વ્યવસ્થા કરી અને આ ગધેડાઓ મારફત પાણી લાવવાની વ્યવસ્થાનું આખું પ્લાનિંગ કર્યું. આ ગધેડાઓ દરરોજ ચાર ફેરા કરે છે. ચારમાંથી બે ફેરા રાપાપુર માટે અને બે ફેરા કુયલિડાબરી ગામ માટે થાય છે.

દરેક ગધેડા પર પર સોળ લીટરના બે પ્લાસ્ટીકના ડ્રમ બાંધવામાં આવ્યા છે જેમાં પાણી લઇ આવવામાં આવે છે. પાણી માટે ગુજરાતની સીમાના ગામોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ગધેડાને હંકારી જવાનું કામ બીજું કોઇ નહીં પણ ગામના લોકો જ કરે છે. કુયલિડાબરી ગામના સરપંચ ભૂષણ સાણેએ કહ્યું હતું, અમારી રજૂઆત પછી આવો રસ્તો કલેકટરસાહેબે ચીંધાડયો જે હકીકતમાં અમારા બધા માટે ઉપકારક બન્યો છે.

કુયલિડાબરી ગામની વસ્તી ૩૧પ લોકોની છે જયારે રાપાપુરની વસ્તી ર૯પ લોકોની છે.

(2:38 pm IST)
  • અંદામાન-નિકોબારમાં ૫.૮ની મધ્યમ તિવ્રતાના ભૂકંપના આંચકાઃ અંદામાન-નિકોબાર ટાપુ સમૂહ ઉપર આજે સવારે મધ્યમ તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જે રીક્ટર સ્કેલ ઉપર તેની તિવ્રતા ૫.૮ની નોંધાઇ હતીઃ જાનમાલની નૂકસશાનની કોઇ ખબર નથી access_time 11:08 am IST

  • ચર્ચના પ્રમુખ વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં એક શખ્શની ધરપકડ :કેરળના સાયરો -માલાબાર ચર્ચના પ્રમુખ કાર્ડિનલ જોર્જ એલેન્સરી વિરુદ્ધ નકલી દાસત્વએજ બનાવાના આરોપમાં 24 વર્ષીય યુવકની ધરપકડ access_time 1:27 am IST

  • કાલે શેરબજારમાં આગ ઝરતી તેજીની સંભાવના : સેબી એલર્ટઃ મતગણતરીના દિવસ પૂર્વે સર્કીટ બ્રેકર રૂલ્સ જાહેર કર્યા : પહેલા ૧૦% પછી ૧પ% અને પછી ર૦%ની લીમીટ access_time 4:08 pm IST