Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

આવા છેતરપીંડીવાળા ફોન કોલ્સની જાણ ફોન નંબર ૧૦૦ ઉપર કરજોઃ શરદ સિંઘલ

સાવધાનઃ લક્કી ડ્રોમાં લોટરી લાગી છે, ગીફટ વાઉચર મંજુર થયું છે, પ૦ હજારની નોકરીની ઓફર કે આધારકાર્ડ તથા પીન કાર્ડની વિગતો માંગવામાં આવે તો લલચાઇ જતા નહિ : ગુજરાત પોલીસ દ્વારા લોક જાગૃતી માટે વિવિધ ઓડીયો કલીપો જાહેર કરતુ અભિયાન પુરજોશમાં ચાલે છે

રાજકોટ, તા., રરઃ ઇન્ટરનેટની શોધ  આવિષ્કાર જેવી બની છે, દુનિયા મુઠ્ઠીમાં  આવી ગઇ છે. હવે ઘેર બેઠા બેંકમાં ગયા વગર ઓનલાઇન બીલો ભરાઇ જાયછે. ટીકીટો બુક થઇ જાય છે. આવી સારી-સારી વાતો વચ્ચે આવી ટેકનીકને કારણે સાઇબર ક્રાઇમના ગુન્હાઓનું પ્રમાણ વધવા લાગતા રાજય સરકારે સાયબર પોલીસ મથકો ખોલવા સાથે લોક જાગૃતિ માટે કેટલીક ઓડીયો કલીપો બનાવી છે. આ કલીપોનો વધુને વધુ પ્રસાર-પ્રચાર થાય તે જરૂરી હોવાનું જામનગરના એસપી શરદ સિંઘલ સહિત ગુજરાતના ઉચ્ચ અધિકારીઅ દ્રઢતાપુર્વક માની રહયા છે.

લોકો પર લોટરીનો લક્કી ડ્રોમાં નામ આવ્યાનું  જણાવી એકાઉન્ટ ડીટેઇલન્સ માંગવામાં આવે છે, ઘણી વખત મહિલાઓ ઉપર તમને પાંચ હજારનું ગીફટ વાઉચર લાગ્યું છે. તમારો એટીએમ અને ક્રેડીટ કાર્ડ નંબર આપો, વાત આટલેથી અટકતી નથી, ઘણા નાના પગારના નોકરીયાતોને તમને નોકરીમાં રાખવામાં આવે છે, તમારો પગાર પ૦ હજાર નક્કી થયો છે. આ માટે ર૦ હજાર ભરો, આ સિવાય વિવિધ સરકારી ઓફીસો અને બેંકોના નામે આધારકાર્ડ,  બેંક એકાઉન્ટ સાથે જોઇન્ટ કરવાના બ્હાને એકાઉન્ટની તમામ વિગતો માંગવામાં આવી  રહી છે. અરે, ઘણા ભેજાબાજો તો ઇન્કમ ટેકસના રિફંડ માટે જરૂરી હોવાનું જણાવતા ફોન કરી આવી વિગતો મંગાવી લે છે.

ઉપરોકત કોઇ બાબતે કે અન્ય બાબતે કોઇ ફોન ઓવે તો કોઇને પણ બેંક એકાઉન્ટ ડિટેઇલ્સ, એટીએમ કે ક્રેડીટ કાર્ડ નંબર કે આધારકાર્ડની વિગતો કે બીજી કોઇ વિગતો આપવી નહી. તેવું પણ જામનગરના એસપી ગુજરાતના પોલીસ અધિકારીઓ દ્વારા લોક જાગૃતી માટે ચાલતા અભિયાન અંતર્ગત અકિલા સાથેની વાતચીતમાં જણાવી આવા કોઇ શંકાસ્પદ ફોન આવે ત્યારે તુર્ત જ પોલીસની ૧૦૦ નંબરનો સંપર્ક કરવા વિનંતી કરી છે.

(4:15 pm IST)
  • આતંકી હુમલા છતા અમરનાથ યાત્રાનું આકર્ષણ યથાવત :રજિસ્ટ્રેશનમાં વધતી ભીડ :આતંકવાદીઓ સાથે પથ્થરાબાજો પણ યાત્રાને નિશાન બનાવવાની તૈયારીમાં :30થી 50 આતંકીઓ ઘુસી આવ્યાની પૃષ્ટિ access_time 8:29 pm IST

  • અમારી સરકાર પાંચ વર્ષ પુરા કરશે :કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીનો વિશ્વાસ :કોંગ્રેસ સાથે ખેંચતાણ વચ્ચે કુમારસ્વામીએ કહ્યું તેની સરકાર ગઠબંધન સહયોગી અને અન્યના સમર્થન અને આશીર્વાદથી પંચવર્ષનો કાર્યકાળ પૂરો કરશે access_time 1:15 am IST

  • નરેન્દ્ર ભાઈ આવતીકાલે સાંજે છ વાગે રાષ્ટ્રજોગુ સંબોધન કરશે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુરુવારે સાંજે છ વાગે રાષ્ટ્રને સંબોધન કરશે તેવું જાણવા મળે છ:કાલે ૧૯મી લોકસભા માટે થયેલ મતદાનથી મતગણતરી યોજાઇ છે. access_time 9:02 pm IST