Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમદાવાદની એલજી હોસ્પિટલમાં યુવાનની હત્યા :જૂની અદાવતમાં છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો

હોસ્પિટલની અંદર જ મોતને ઘાટ ઉતારી દેતા કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોડીરાતે હત્યાના બનાવ બન્યા છે. જેમા એક હત્યા મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં જ થઈ છે. યુવાનને હોસ્પિટલની અંદર જ મોતને ઘાટ ઉતારી દેતા કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. હોસ્પિટલમાં દર્દીની સુરક્ષાનું શુ તેવો પણ સવાલ થયો છે.

એલજી હોસ્પિટલમાં થયેલી હત્યાના લાઈવ દ્રશ્યો કેમેરામા આબાદ ઝડપાયા છે. ચાર-પાંચ મહિનાથી બે જૂથ વ્ચચે ઘર્ષણ ચાલતુ હતુ. જેમાં રામોલના જનતા નગરમાં યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ હત્યાના ઘાયલોને એલજી હોસ્પિટલ લવાયો હતો. અને ત્યાં હોસ્પિટલની અંદર જ જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવાયો છે.

(12:52 pm IST)