Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

દીવમાં ઉનાળુ વેકેશન માણવા હજારો પ્રવાસીઓ ઉમટ્યા :હોટલો -ગેસ્ટહાઉસ હાઉસફુલ

ટુરીસ્ટોની તમામ બાબતોને ધ્યાને રાખીને સુરક્ષાકર્મીઓને તૈનાત કરાયા

 

રાજકોટ :ગુજરાત તેમજ દેશ વિદેશથી લાખોની સંખ્યામાં લોકો દીવમા વેકેશન માણવા ઉમટી રહ્યા છે. દીવના દરીયા કિનારે લોકો ગરમીમાં ઠંડીનો અનુભવ કરી આનંદ મેળવી રહ્યા છે

  . દીવ પ્રસાશન દ્રારા પણ ટુરીસ્ટોની તમામ બાબતોને ધ્યાને રાખીને સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે કોઇ પણ અનિચ્છનીય બનાવ બને તેની તકેદારી રાખવામાં આવી છે.

 પ્રવાસીઓના ધસારાને કારણે દિવના તમામ રેસ્ટોરન્ટ હોટેલો અને ગેસ્ટ હાઉસો ફુલ થઇ ગયા છે. ઉલ્લેખનિય છે કે દિવનો દરિયો છીછરો હોવાથી મોટા પ્રમાણમાં લોકો ન્હાવાની મજા માણી કાળઝાળ ગરમીથી રાહત મેળવે છે.

(12:49 am IST)