Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

રાજ્યમાં દલિત અત્યાચાર મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર :તકેદારી પગલાંની વિગત માંગી

સજાનો દર ના વધ્યો હોય તો સરકારી વકીલો સામે કરેલી કાર્યવાહની વિગતની માંગણી

 

અમદાવાદ :રાજ્યમાં દલિતો પર અત્યાચાર મામલે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે અને દલિતો પર અત્યાચાર ના થાય તે માટે દરેક જીલ્લામાં તકેદારીરૂપે લેવાયેલા પગલાંની વિગતો માંગી છે

   ઉપરાંત ગંભીર ઘટનાઓમાં ઉચ્ચ અધિકારીઓ લીધેલી મુલાકાત દરમિયાન કરેલી કાર્યવાહીની વિગતની પણ માંગ કરાઈ છે. દલિતો સાથે બનતી ઘટનામાં સજાનો દર વધારવા સરકારી વકીલોએ કરેલી કાર્યવાહીની આધારભુત વિગતો આપવા તેમણે સીએમને પત્ર લખ્યો છે.

   સજાનો દર ના વધ્યો હોય તો સરકારી વકીલો સામે કરેલી કાર્યવાહી તેમજ ના થયેલી કાર્યવાહીની પણ વિગતો આપવા મેવાણીએ અરજ કરી છે. ઉપરાંત આવા કેસમાં સમયસર ચાર્જશીટ ના કરનારા અધિકારીઓ સામે લેવાયેલા કાયદાકીય પગલાંની માગ કરી છે. એટલુ નહીં તેમણે અનુસુચિત જનજાતિ કમિટીની બેઠક બોલાવવાની પણ માગ કરી છે. વર્ષમાં બે વખત મળતી બેઠકના નિયમનો છેદ ઉડાડી સરકાર બેઠક ના યોજતી હોવાનો પત્રમાં દાવો કરાયો છે

(1:03 am IST)
  • બિહારમાં હવામાનનો મિજાજ બદલાયો :કટિહારમાં સાંજે વરસાદ સાથે કરા પડ્યા :રાજ્યમાં કેટલાય સ્થળોએ વરસાદના અહેવાલ access_time 1:24 am IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને પાઠવ્યો સંદેશો :કહ્યું આગામી ર૪ કલાક મહત્વના, તમે ખુબ જ સાવધ રહેજો. તમે સત્ય માટે લડો છો, તમે ખોટા એકઝીટ પોલના તારણોથી નિરાશ ન થશો. તમે તમારી જાત અને કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ રાખજો, તમારી મહેનત એળે જવાની નથી access_time 1:26 am IST

  • પીડીએમ કોલેજ પાસે શ્રદ્ધા સ્કુલ નજીક એક વૃક્ષ ધરાશાયી અને ૨ વીજપોલ ધરાશાયી : એકને ઈજા : એક ફોર વ્હીલ દબાઈ એકટીવા ચાલક માથે વૃક્ષ પડતા ઘાયલ : દોશી હોસ્પિટલમાં સારવાર : એક કાર દબાઈ : ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવકાર્ય શરૂ કર્યુઃ વીજ પુરવઠો ખોરવાયો access_time 6:31 pm IST