Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

કડી પાસેની શાકો ફ્લેક્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી : કડી ,કાલોલ અને મહેસાણાની ફાયર બ્રિગેડ ટીમ પહોંચી

ફાયર બ્રિગેડના જવાનોની કલાકો સુધી જહેમત :કંપનીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ

મહેસાણાના કડી પાસેની એક કંપનીમાં ભીષણ આગ ભભૂકી છે ગઇકાલે રાત્રે બનેલી આ ઘટનામાં હજુ સુધી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાઇ રહ્યાં છે.
   આ અંગેની વિગત મુજબ કડી પાસે આવેલી શાકો ફ્લેક્સ નામની કંપનીમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. જેના પગલે ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા ગઇકાલ રાતથી જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાઇ રહ્યાં છે. જોકે, મહદઅંશે આગ કાબુમાં આવી છે પણ આગને સંપૂર્ણ કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

  આ ઘટનાને પગલે કડી, કલોલ અને મહેસાણાની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે

(9:31 pm IST)