Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

આણંદમાં ગમખ્વાર અકસ્માત થયો : ૧૧ના મૃત્યુથી ચકચાર

ચરોતરમાં એક જ દિવસમાં વિવિધ ઘટનામાં ૧૯ના મોત : આંકલાવ તાલુકાના ગંભીરા ગામે અકસ્માત સર્જાતા આઘાતનું મોજુ : ટેન્કર, પિકઅપ વાન વચ્ચે ટક્કર : અન્ય બનાવમાં ઉમરેઠમાં ડુબી જવાથી છ મૃત્યુ

અમદાવાદ,તા.૨૧ : ચરોતરમાં આજે મંગળવારનો દિવસ કાળચક્ર સાબિત થયો હતો. ચરોતર પંથકમાં સવારથી જ જુદા જુદા અકસ્માતો સર્જાયા હતા જેમાં એક જ દિવસમાં જુદી જુદી ઘટનાઓમાં ૧૯ લોકોના મોત થઇ ગયા છે. એકબાજુ આણંદના આંકલાવ નજીક ટેન્કર અને પિકઅપ વાનમાં અકસ્માત થતાં ૧૧ લોકોના મોત થયા હતા જ્યારે ઉમરેઠમાં તળાવમાં ડૂબતા છ લોકોના મોત થયા હતા. આવી જ રીતે ઠાસરામાં તળાવમાં ડૂબતા ત્રણના મોત થયા હતા. આંકલાવની ઘટના સૌથી મોટી ઘટના બની હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે, સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા જ્યારે અન્ય ચાર લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા. બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામથી નોકરીથી પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઇ હતી. આણંદ ઘટનાની વિગત સંપૂર્ણપણએ મળ્યા બાદ આ મામલામાં ઉંડી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. આણંદના આંકલાવ પાસે ગંભીર ગામ નજીક આજે પૂરપાટ ઝડપે જઇ રહેલ એક ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ગમખ્વાર અકસ્માત સર્જાતાં નવ લોકોના કરૂણ મોત નીપજયા હતા, જયારે દસથી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, બહુ ગંભીર અને ગમખ્વાર એવા આ અકસ્માતમાં એકસાથે નવ જણાંના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સાથે સાથે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઇજાગ્રસ્તોમાં પણ કેટલાકની હાલત ગંભીર હોઇ હજુ મૃત્યુઆંક વધવાની શકયતા સેવાઇ રહી છે. ટેન્કર અને પિકઅપ વાન વચ્ચેનો આ અકસ્માત એટલો જોરદરા હતો કે, આ ગંભીર અકસ્માતમાં સાત જેટલા લોકોના તો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોના મોત સારવાર દરમ્યાન થયા હતા. આમ મૃતકોની કુલ સંખ્યા ૯ થઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આણંદનાં આંકલાવ તાલુકાના ગંભીરા પાસે આજે બપોરે એક ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા તે સમયે ટેન્કર સાથે પિકઅપ વાનનો આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર અને ગમખ્વાર હતો કે, અકસ્માતમાં ઘટનાસ્થળે જ સાત લોકોના અને બાદમાં સારવાર દરમ્યાન વધુ બે જણાં એમ મળી કુલ નવ જણાંના કરૂણ મોત નીપજયા હતા. જયારે અન્ય દસથી વધુ ઘાયલ થયા હતા, તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને ટ્રાફિક પણ ચક્કાજામ થઇ ગયો હતો. બીજીબાજુ, ૧૦૮ અને પોલીસને પણ અકસ્માતની જાણ કરાતાં તેઓ પણ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને મોરચો સંભાળી લીધો હતો. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોઇ હજુ મૃત્યુઆંક વધે તેવી પણ સંભાવનાઓ પ્રવર્તી રહી છે. પોલીસે પણ સમગ્ર બનાવને લઇ જરૂરી તપાસ હાથ ધરી હતી. આણંદના આંકલાવની ગંભીરા ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો હતો.  ડિલા કંપનીમાં નોકરી કરીને પરત લોકો ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. પિકઅપ વાનમાં બેઠેલા મજુરોમાં ૧૧ના મોત થઇ ગયા હતા. બાકીના છને નાની મોટી ઇજાઓ થઇ હતી. મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. પાંચ વ્યક્તિ સારોલ ગામના, ત્રણ પિલોદરા અને એક ભાદરિયા ગામના રહેવાસી હતા. ઘાયલ લોકોને આંકલાવના સીએસસી સેન્ટરમાં દાખલ કરાયા છે.

અકસ્માતના પગલે આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને આંકલાવ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં લાગી હતી.

આણંદ : મૃતકોની યાદી

અમદાવાદ, તા. ૨૧ :આણંદના આંકલાવ પાસે અકસ્માતમાં ૧૧ના મોત થયા છે. મૃતકોની યાદી નીચે મુજબ છે.

*    નરેશભાઈ મકવાણા (ઉ.વ. ૪૨, ભાદરણિયા)

*    અલ્પેશસિંહ તખતસિંહ જાધવ (ઉં.વ. ૧૯, બોરસદ)

*    સંજય બળવંતસિંહ (ઉં.વ. ૨૪)

*    રમેશભાઈ ઉમેશભાઈ જાધવ (ઉં.વ. ૪૦)

*    મહેન્દ્રભાઈ પ્રતાપસિંહ જાધવ (ઉં.વ. ૪૫)

*    ગોરધનભાઈ રણજીતભાઈ જાધવ (ઉં.વ.૩૫)

*    મિતેશકુમાર રમણભાઈ જાધવ (ઉં.વ. ૨૫)

*    ભુપેન્દ્ર ચંદુભાઈ જાધવ (ઉં.વ ૨૪)

*    મુકેશસિંહ બહાદુરસિંહ મહિડા (ઉં.વ. ૨૨)

*        સોલંકી અશોકભાઈ પ્રથમભાઈ

(8:29 pm IST)