Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

વડોદરાની નવી કોર્ટમાં 108 એમ્બ્યુલન્સ પ્રવેશી નહિ શકતા સારવારના અભાવે પોલીસ કોન્સ્ટેબલનું મોત

કોર્ટના માર્ગમાં મુકાયેલ બેરીકેટેડના કારણે એમ્યુલન્સ કોર્ટ સંકુલ સુધી પહોંચી નહીં

 

વડોદરાની નવી કોર્ટ ફરી વિવાદમાં સપડાઈ છે વડોદરાના દિવાળીપુરામાં આવેલ નવા ન્યાય મંદિર સંકુલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને હાર્ટએટેક આવતાં 108 એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી.પરંતુ, કોર્ટના માર્ગ ઉપર મૂકાયેલા બેરીકેટેડના કારણે એમ્બ્યુલન્સ કોર્ટ સંકુલ સુધી પહોંચતા સમયસર સારવારના અભાવે પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું

  અંગે જણાવા મળતી વિગત મુજબ જવાહરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પો.કો. અરવિંદભાઇ અંબાલાલની કોર્ટના પ્રથમ માળે આવેલી કોર્ટમાં ડ્યુટી હતી બપોરે તેઓને એકાએક છાતીમાં દુઃખાવો થતાં કોર્ટની લોબીમાં આસન પાથરીને પ્રેકટીસ કરી રહેલા વકીલો મદદે દોડી ગયા હતા. સાથે 108 એમ્બ્યુલન્સને પણ ફોન કરી દીધો હતો. 108 એમ્બ્યુલન્સ કોર્ટમાં આવે તે પૂર્વે વકીલોએ બેભાન થઇ ગયેલા પો.કો. અરવિંદભાઇને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું.

    એમ્બ્યુલન્સ પણ ગણતરીની મિનીટોમાં કોર્ટ સંકુલ ખાતે આવી ગઇ હતી. પરંતુ, કોર્ટના મુખ્ય દરવાજાથી આશરે 500 મીટર દૂર મુકવામાં આવેલા બેરીકેટેડના કારણે એમ્બ્યુલન્સ કોર્ટના મુખ્ય દરવાજા સુધી આવી શકી હતી. જેના કારણે પો.કો.ને એમ્બ્યુલન્સના ક્લોથ સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા હતા. બેભાન થઇ ગયેલા પો.કો.ને એમ્બ્યુલન્સમાં મૂકતાની સાથે એમ્બ્યુલન્સ ગોત્રી હોસ્પિટલ ખાતે ગણતરીની મિનીટોમાં પહોંચી ગઇ હતી. પરંતુ, પો.કો. અરવિંદભાઇ સમયસર સારવારના અભાવે હોસ્પિટલમાં મોતને ભેટ્યા હતા.

   કોર્ટના મુખ્ય દરવાજા પૂર્વે મુકવામાં આવેલા બેરીકેટેડ કદાચ હોત તો પો.કો. અરવિંદભાઇનો જીવ બચી ગયો હોત. તેમ કોર્ટમાં વિવિધ કામ માટે આવેલા અસીલો અને વકીલોએ જણાવ્યું હતું. વકીલો અથવા અસીલો વાહનો લઇને કોર્ટના દરવાજા સુધી આવી જાય તે માટે દરવાજાથી 500 મીટર દૂર બેરીટકેટ મૂકી દેવામાં આવ્યા છે.

   આજે આજ બેરીકેડના કારણે 108 એમ્બ્યુલન્સ મુખ્ય દરવાજા સુધી પહોંચી શકતા કોર્ટમાં ફરજ બજાવતા જવાહરનગર પોલીસ મથકના પોલીસ જવાન અરવિંદભાઇ અંબાલાલનું મોત નીપજ્યું હતું.

ન્યાય મંદિર કોર્ટમાં આજે બપોરે બનેલી ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એમ પણ કહેવાય છે કે, પો.કો. અરવિંદભાઇનું અસહ્ય ગરમીમાં સતત ખડેપગે ફરજ બજાવવાના કારણે એટેક આવવાથી મોત નીપજ્યું છે. બનાવે કોર્ટ સંકુલમાં પણ ભારે ચકચાર મચાવી મૂકી હતી.

(12:46 am IST)