Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

અમદાવાદમાં મોર,વડાવાગોળ અને વાનર જેવા વન્ય જીવોની સંખ્યા કેટલી ?:જાણકારી મેળવાશે

નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજન

 

અમદાવાદ:હવે અમદાવાદમાં મોર,વડવાગોળ અને વાનર જેવા વન્ય જીવો કેટલી સંખ્યામાં છે તેની જાણકારી મેળવવા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજન કરાયું છે  અંગેની નાયબ વન સંરક્ષક એસ જે પંડિતે જણાવ્યું હતું કે ગણતરીનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારમાં વસતા મોર, વાનર,વડવાગોળની વસ્તીનો અંદાજ નક્કી કરવાનો છે.   

   ઉપરાંત પ્રાણીઓની રહેઠાણ પૂરા પાડતા વૃક્ષો વિશેની માહિતી એકત્રિત કરવાનો તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જાહેર જનતામાં સંવેદનશીલતા જગાવવાનો છે .સાથો સાથ ગણતરીના પરિણામો દ્વારા શહેરી વિસ્તારોમાં વન્ય જીવોના સુવ્યવસ્થિત વ્યવસ્થાપન તેમજ સંરક્ષણનો પ્રબંધ કરવાનો છે.

 તેમણે જણાવ્યું હતું કે વન્ય જીવોની ગણતરીનો હેતુ વસ્તી ગણતરીનો નહીં પરંતુ અંદાજ મેળવવાનું છે.આગામી દસ દિવસ દરમિયાન કામગીરી પૂર્ણ કરવામાં આવશે                 

   અમદાવાદના શહેરીજનો ત્રણેય વન્ય જીવો જ્યાં પણ દેખાય તેની જાણકારી ફોટોગ્રાફ્સ પાડી સ્થળ,વૃક્ષની માહિતી વોટ્સએપ નંબર ૭૬૦૦૦૦૯૮૪૫ ઉપર અપલોડ કરી શકશે ,ફોન નંબર ૦૭૯૨૬૮૫૬૨૯૩ તેમજ rfodaskroi@gmail.com ઉપર પણ જાણકારી આપી શકશે .

(11:03 pm IST)